ગુજરાતમાં 10 વર્ષ બાદ લોકસભાની બેઠક જીત્યા બાદ કોંગ્રેસના નેતા તેમજ કાર્યકર્તાઓમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે આવીને ગયા, જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે આગામી સમયમાં યજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મનોમંથન કરવામાં આવ્યા બાદ કોગ્રેસનો ટેમ્પો જામશે,
આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર, ધારાસભ્યો તેમજ અલગ-અલગ જિલ્લાના પ્રમુખોની હાજરીમાં જે બેઠક મળે છે, તેમાં હવે ખુરશીઓ નહીં જમીન પર બેસીને ગોદડા બેઠક શરૂ કરતા હવે કોંગ્રેસ જમીન સુધીના છેવાડાના માનવીની ચિંતા કરવા વ્યસ્ત બની છે, આવનારો સમય કોંગ્રેસનો સુવર્ણ આવી રહ્યો છે, ભાજપની ભરતી મેળામાં અનેક લોકો જતા રહેતા કોંગ્રેસનો કાળો કકળાટ અને કચરાની સાફ-સફાઈ થઈ ગઈ છે, ત્યારે કોંગ્રેસ હવે અણી શુદ્ધ બની ગઈ છે, ત્યારે હવે કોંગ્રેસ પાયો રચશે અને પાયો મજબૂત કરીને વિધાનસભા તરફ કુચ કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નહીં, આવનારો સમય ભાજપ માટે કપરો આવવાનો છે, કારણ કે એક વર્ષ બાદ આંદોલનોથી લઈને માંગણી બજાર મજબૂત થશે, ત્યારે જમીન સ્તર સુધીના કામોમાં ભાજપ જોઈએ તેવું સફળ થયું નથી, મોટાભાગના નગરસેવકો કોન્ટ્રાક્ટરો બની જતા હવે ભાજપમાં નગરસેવક બનવા ખેંચતાણો વધી છે ત્યારે ઓપ્શન હવે કોંગ્રેસ બનશે,
બોક્સ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ શકુનિયાળ નીવડશે, કાચબા છાપ અને બિલ્લી પગે શક્તિસિંહ કોંગ્રેસને અંડર કરંટ મજબૂતાઈ કરી રહ્યા છે, હવે આવનારા દિવસોમાં કોંગ્રેસમાં જળમુળથી નવું સંગઠન અને પ્રથમ તો તેમણે ખુરશી બેઠક નહીં પણ ગોદડા બેઠક જે જમીન સ્તર હોય તેમ જમીનના માણસ સાથે જોડાતા ટેમ્પો જામશે,