GJ-18 એટલે ગુજરાતનું પાટનગર કહેવાય, ત્યારે અહીંયા બધા જ આદેશો, પરિપત્રો, ઠરાવો, અહીંથી પસાર થાય, પણ કાયદાનું ભાન અહીં ના થાય, જોવા જઈએ તો GJ-18 એટલે ગુજરાતનું જમાદાર કહેવાય, પણ આખા ગુજરાતમાં ફૂડ શાખાએ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા નમૂના લીધા, પણ GJ-18 ખાતે મનપા ફક્ત કોથળીઓ વીણવા સિવાય કશું જ કર્યું નથી અને દંડ ઉઘરાવ્યે રાખે, ત્યારે કેરીનો રસ બરફના ગોળા વાળાને ત્યાં તંત્ર એ નમૂના સુધ્ધા લીધા નથી, ગુજરાતની દરેક જગ્યાએથી નમૂના લીધા બાદ મોટાભાગે નમૂના ફેલ આવ્યા છે, તેમ કલર સુગર થી લઈને સિન્થેટિક ફૂડ કલર નાખવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે, જે કેન્સરને આમંત્રિત કરે છે,
…તબીબો પણ કહી ચૂક્યા છે કે, અખાદ્ય કલર જે વસ્તુમાં ઉમેરવામાં આવે છે. તે શરીર માટે હાનિકારક બની શકે છે અને કેન્સરને પણ આમંત્રણ આપી શકે છે. ઉનાળાની સિઝનમાં સૌથી વધુ કેરીનું વેચાણ વધતું હોય છે. તેમજ કેરીના રસની ડિમાન્ડ પણ વધતી હોય છે. ત્યારે કેટલાક વેપારીઓ વધુ પૈસા કમાવાની ફિરાકમાં સામાન્ય લોકોના હેલ્થ સાથે સીધા ચેડાં કરવામાં આવે છે.
વધુમાં GJ-18 ખાતે 300 થી વધારે બરફ ગોળા, શેરડીના કોલા અને કેરીના રસની હાટડીઓ શરૂ થયા બાદ 20 કરોડના ગોળા, શેરડીનો રસ, કેરીનો રસ, ઝાપટી ગયા, બાકી ભેળસેળિયાથી ભરપૂર હવે દવાખાનામાં ચોમાસામાં લાઈનો લાગશે ત્યારે મનપાની જવાબદારી શું? …..
બોક્સ
– GJ-18 મનપા ભેળસેળિયાઓને નાથવા ફેઈલ ગયું છે,
– શહેરમાં બરફના ગોળા, કેરીના રસ ની હાટડીઓ, રસના કોલામાં થી કેટલા લોકોના નમુના લીધા, બાકી મોટે ભાગે ફેઈલ આવે, પણ એક નમૂનો લીધો નથી, દવાખાના ઉભરાશે એટલે તંત્ર દોડશે, ત્યારે મહાનગરપાલિકાની જવાબદારી શું? ભેળસેળિયાઓ માટે લાલ જાજમ જેવો ઘાટ,