વેપારીઓ દ્વારા ધંધામાં પોતાના ઘરના કાયદાઓ બનાવીને નિયમો પણ પોતાના ઘરના બનાવે, ગ્રાહક પાસેથી મીઠું બોલીને પછી ગ્રાહકોને હેરાન કરે, ત્યારે જો ગ્રાહક લડવાના મૂડમાં આવી જાય તો ન્યાય મળે, ત્યારે અમદાવાદની દીપકલા હેરીટેજ પાસેથી લગ્ન પ્રસંગે ચણિયાચોરીઓનો ઓર્ડર આપેલ અને રોકડ 1,10,000 દુકાનદારે ત્યાં જમા કરાવેલ, ઓર્ડર આપ્યા બાદ ચાર મહિના પછી ચણિયાચોળી રાકે તેમ હતો, ત્યારે નોંધાવ્યા બાદ બીજા જ દિવસે ઓર્ડર કેન્સલ કરાવવાની સૂચના આપતા વેપારીએ ઓર્ડર કેન્સલ ન થાય અને રકજકના અંતે વેપારીએ ક્રેડિટ આપેલ પણ તે વસ્તુ ત્યાંથી ખરીદી લેવાની હોવાથી ગ્રાહકને ધક્કા-ધુક્કી વધી ગઈ હતી, ત્યારબાદ ના છૂટકે ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે 91000 અને 10 રૂપિયા પુરા તથા ફરિયાદીને ખર્ચ સહિતના 7500, સહિત નવ ટકા વ્યાજે ચૂકવવા હુકમ કર્યો છે,
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદની દીપકલા હેરીટેજ દ્વારા લગ્ન પ્રસંગની ચણિયાચોળીનો ઓર્ડર રદ્ કરવામાં આવતાં એડવાન્સ પેટે લીધેલી રકમની અવેજીમાં ક્રેડિટ નોટ આપવામાં આવતા સમગ્ર મામલો ગાંધીનગરની કન્ઝ્યુમર કોર્ટે સમક્ષ પહોંચ્યો હતો. જેનાં પગલે કન્ઝ્યુમર કોર્ટે દીપ કલા હેરિટેજને 91 હજાર નવ ટકા વ્યાજે ગ્રાહકને ચૂકવી આપવા માટે હુકમ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા માયાબેન અરવિંદભાઈ પટેલે પોતાની દીકરીના લગ્ન માટે અમદાવાદનાં સિંધુ ભવન રોડ પકવાન ચાર રસ્તા નજીક આવેલ દીપ કલા હેરિટેજ નામના શો રૂમમાં જઈ ચણિયાચોળી પસંદ કરી હતી. જેનાં એડવાન્સ પેટે તેમણે રૂ. 1.10 લાખ જમા કરાવ્યા હતા. બાદમાં ઘરે પહોંચ્યા પછી અનુકૂળતા નહીં જણાઈ આવતાં તેમણે ફોન કરીને બીજા દિવસે ઓર્ડર કેન્સલ કરાવ્યો હતો.
જે અંગે રૂબરૂમાં જઈને ચર્ચા કરતા શો રૂમ દ્વારા એડવાન્સ તરીકે આપેલ રકમ ક્રેડીટ તરીકે પરત આપવાનું તેમજ કોઈ સગા-સંબંધીઓ ખરીદી કરે તો તે રકમ આ એડવાન્સ રકમ સામે સરભર કરી આપવા જણાવવામાં આવ્યું હતું. જેનો માયાબેને વિરોધ કરી રિફંડ પોલિસી બતાવવા કહ્યું હતું. પરંતુ શો રૂમની કોઈ રિફંડ પોલિસી નહીં હોવાનું કહીને ક્રેડિટ નોટથી જ ખરીદી કરવાનું કહેવાયું હતું.
આમ 15 મહિના સુધી શો રૂમ દ્વારા માયાબેન ને ધક્કા ખવડાવી ઓર્ડર કેન્સલ કર્યાના નાણાં પરત આપવામાં આવતા ન હતા. જેનાં પગલે માયાબેને ગાંધીનગરની કન્ઝ્યુમર કોર્ટમાં રૂ. 91,010 વ્યાજ, વળતર અને ખર્ચ સહિત રિફંડ મેળવવા ફરિયાદ દાખલ કરાઈ હતી. જે કેસ ચાલી જતાં ગ્રાહક સુરક્ષા ફોરમનાં પ્રમુખ ડી.ટી.સોનીએ ફરિયાદને મંજુર કરી દિપકલા હેરિટેજને માયાબેનને એડવાન્સ પેટે રિફંડના બાકી નાણા 91 હજાર નવ ટકાના વ્યાજ સહિત 30 દિવસમાં ચુકવી આપવા અને માનસિક યાતના પેટે દસ હજાર ચુકવવા આદેશ કર્યો છે.
બોક્સ
જાગો ગ્રાહક જાગો, તેમ કન્ઝ્યુમર કોર્ટ ગ્રાહકોની અનેક વાર વહારે આવી છે, ત્યારે વેપારીઓ દ્વારા પોતાના ઘરના નિયમો કાયદાઓ બનાવીને ગ્રાહકોને માલ નહીં બદલી આપવા પગથિયું દુકાનનું ઉતર્યો એટલે ગેરંટી પુરી, ત્યારે ગ્રાહકને બીજું ખરીદવું હોય તો ખરીદી લો, નાણા પાછા નહીં મળે, ત્યારે ગ્રાહક ના છૂટકે ન્યાય મેળવવા ફરિયાદ કરતા ન્યાય મળ્યો હતો,
મોબાઈલથી લઈને કપડામાં આવા બનાવો વધુ બને છે, ત્યારે ગ્રાહકે ચણિયાચોરીનો ઓર્ડર આપ્યા બાદ બીજા જ દિવસે રદ કરવાનું જણાવવા છતાં ડિપોઝિટ પરત ન આપી, ફક્ત ક્રેડિટ આપી અને અહીંથી ખરીદવું પડે, ત્યારે મોટી દુકાન હોય તેમ, બડી દુકાન બડે ખર્ચે, ઓર બડે નિયમ જેવો ઘાટ સર્જાય,