ગાંધીનગરના અદાણી શાંતિગ્રામ અંબુજા એ.સી.સી. સિમેન્ટ કંપનીના HRને લોભામણી લાલચ આપી સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી 1 કરોડ 7 લાખ 76 હજારનું ફુલેકું ફેરવનાર ગેંગનાં સાગરિતને ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના અદાણી શાંતિગ્રામ અંબુજા એ.સી.સી. સિમેન્ટ કંપનીમાં એચ. આર. તરીકે ફરજ બજાવતા સુનીલ ગોવર્ધન સિંઘનાં મોબાઇલમાં ગત તા. 16 મી ફેબ્રુઆરીએ ઈન્સ્ટાગ્રામની એક નોટીફીકેશન આવ્યું હતું. જેમાં એક વિદેશી કંપનીનો ઈન્વેસ્ટમેન્ટ માટેનો વિડિયોની સાથે એક લિંક પણ હતી. આ લિંક ઓપન કર્યાની સાથે જ સુનીલનો નંબર વિદેશી નંબરો વાળા એક વોટ્સઅપ ગ્રુપમાં એડ થઈ ગયો હતો.
જેમાં ઈન્વેસ્ટમેન્ટ બાબતેનાં મેસેજથી માહિતી આપવામાં
આવતી હતી. બાદમાં જે લોકો સ્ટોક માર્કેટમાં રોકાણ
કરવા તૈયાર હોય તેમને એક ટેલિગ્રામ ગ્રુપ મારફતે મેસેજ
મોકલવામાં આવતા હતા. આથી સુનીલે પણ સ્ટોક માર્કેટમાં
રોકાણ કરવા માટે પોતાના બેંકની ડિટેઇલ સહિતના પુરાવા
મોકલી આપ્યા હતા. જે પછી સુનીલનું સ્ટોક માર્કેટમાં
ટ્રેડિંગનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. બાદમાં એક્સિસ
કસ્ટમર સર્વિસ મેનેજર નામની ટેલિગ્રામ ચેનલ થકી મોકલી
આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં સુનીલ સિંઘ પૈસા
જમા કરાવતા હતા. એટલે એ રકમ તેમના ટ્રેડિંગ વાળા
એક્સીસ એજન્સી એકાઉન્ટમાં જમા થઈ જતી હતી.
જેમાં રોજે-રોજ કયા શેર ખરીદવા, કેટલા સમય માટે
રાખવા અને કેટલું રીટર્ન મળશે તે બાબતે । Schraders
Capital-VIP85 નામના વોટ્સઅપ ગૃપમાં મેસેજ દ્વારા
માહિતી આપવામાં આવતી હતી.
જે આધારે સુનીલે તા. 19/2/2024 થી રોકાણ કરવાની શરૂઆત કરેલ હતી. અને 5 મી માર્ચે 22 હજાર વીડ્રોની રીકવેસ્ટ મોકલી હતી. જે રકમ તેમણે આપેલા એકાઉન્ટ જમા પણ થઈ ગઈ હતી. આથી વિશ્વાસ આવતા સુનીલે 27 માર્ચ સુધીમાં 1 કરોડ 7 લાખ 76 હજારનું રોકાણ કરી દીધું હતું. જે રોકાણની રકમ નફા સાથે તેમના એક્સીસ એજન્સી એકાઉન્ટમાં રૂ. 3.85 કરોડ ડિસ્પ્લે પણ થવા લાગી હતી. જેથી તેમણે એક્સીસ એજન્સી એકાઉન્ટમાં જમા થયેલ પ્રોફીટ સાથેની રોકાણની રકમ વિડ્રો કરવા માટે વોટ્સઅપ તેમજ ત્રણેય ટેલિગ્રામ ચેનલ ઉપર ચેટીંગ કરી વાતચીત કરી હતી.
જેથી રોકાણ ઉપર બે કરોડ પ્રોફીટ થયાનું જણાવી તેના 30 ટકા રકમ જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે જઈને સુનીલને પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થયો હતો. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ થતાં પીઆઈ જે કે રાઠોડે ટ્રાન્ઝેક્શન થયેલા તમામ બેંક એકાઉન્ટનું સ્ક્રૂટીની કર્યું હતું. જેમાં સુનીલ સિંઘે એક બેંક એકાઉન્ટમાં 57 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ એકાઉન્ટમાંથી રૂ. 2.41 લાખ રાજસ્થાન ઉદેપુરનાં રતનલાલ ઉદયકુમાર કુમાવતનાં ખાતામાં ટ્રાન્સ્પર થયાની વિગતો સામે આવી હતી.
જેનાં પગલે સાયબર ક્રાઇમ પોલીસે રતનલાલને ઉઠાવી લઈ પૂછતાંછ કરતાં તેનું કરંટ એકાઉન્ટ એક વર્ષથી એક્ટિવ હોવાનું કબૂલાત કરી હતી. જો કે ઉદેપુરમાં છૂટક કોન્ટ્રાકટર તરીકે કામ કરતા રતનલાલે વેસ્ટ બંગાલ આરતી કેમિકલ નામના એકાઉન્ટમાંથી પૈસા કોણે મોકલ્યા હોવા બાબતે ચુપકીદી સાધી લીધી હતી. જે અન્વયે પોલીસે ઉક્ત ગુનો આચરનાર ગેંગનાં સાગરિત રતનલાલ કુમાવતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.