હરિયાણા રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ લોકસભા ચૂંટણી બાદ હવે રાજકીય પક્ષોએ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે હવે ચોંકવાનારા સમાચાર સામે આવ્યા છે કે, વર્તમાન ભાજપ શાસિત રાજ્ય સરકાર સામે કોંગ્રેસ ફ્લોર ટેસ્ટની માંગ કરી રહી છે. એવી ચર્ચા હતી કે, ભૂપિન્દર સિંહ હુડ્ડા રાજ્યપાલને મળશે અને ફ્લોર ટેસ્ટની પણ માંગ કરી શકે છે .
હરિયાણાના કેબિનેટ મંત્રી કંવરપાલ ગુર્જરે આ અંગે નિવેદન આપ્યું છે. કંવરપાલ ગુર્જરે કહ્યું કે, અમે ફ્લોર ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ, અમે અમારી બહુમતી પણ સાબિત કરીશું.
હરિયાણામાં લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસે હવે રાજ્યની રાજનીતિ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નોંધનિય છે કે, કોંગ્રેસ લાંબા સમયથી હરિયાણામાં ફ્લોર ટેસ્ટની માંગ કરી રહી છે. પરંતુ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ હજુ સુધી રાજ્યપાલને મળ્યું નથી. એવી ચર્ચા છે કે, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા શનિવારે હરિયાણાના રાજ્યપાલને મળી શકે છે અને ફ્લોર ટેસ્ટની માંગ પણ કરી શકે છે. હવે ફ્લોર ટેસ્ટના મુદ્દે હરિયાણામાં રાજકીય તાપમાન ફરી એકવાર ગરમાયું છે અને અનેક અટકળોને વેગ મળ્યો છે.
હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી કંવરપાલ ગુર્જરે કહ્યું કે, અમે ફ્લોર ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને અમે અમારી બહુમતી પણ સાબિત કરીશું. કેબિનેટ મંત્રી કંવરપાલ ગુર્જરે ફરી એકવાર કોંગ્રેસની જૂથવાદ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસમાં સ્વાભિમાની નેતાઓની તાકાત ઘટવા લાગી છે. પહેલા આ પાર્ટી એક ખાસ વ્યક્તિની હતી પરંતુ હવે તે પણ દેશ વિરોધી વાતો કરવા લાગી છે. ચોક્કસપણે સ્વાભિમાની નેતા ચોક્કસપણે પાર્ટીને વિદાય આપશે.