દેશના કોઈ પણ નેતાએ રાજનીતિશાસ્ત્ર શીખવું હોય તો પી.એમ. મોદી પાસેથી શીખવું જોઈએ

Spread the love

2024ની લોકસભા ચૂંટણી અનેક પ્રકારના થ્રિલથી ભરેલી રહી. આ ચૂંટણી કુરુક્ષેત્રમાં ખેલાયેલા યુદ્ધ જેવી રહી. ભાજપા પોતે જરૂરી બહુમતી મેળવી ન શકી પરંતુ છેવટે તો ભાજપાના નેતૃત્વવાળી એનડીએની સરકાર જ રચાઈ.PM મોદી ફરી એક વાર એટલે કે ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા અને ઇતિહાસ રચ્યો.

હવે તેઓ અગાઉ ત્રણ વખત વડાપ્રધાન બનેલા જવાહરલાલ નહેરુની જેમ જ ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા. પરિણામો ભલે ખંડિત જનાઆદેશરહ્યાં પણ આ ચૂંટણીપ્રચાર દરમિયાન PM મોદીએ જ ભાજપાને જિતાડવા પ્રચંડ પુરુષાર્થ કર્યો. આજે દેશની રાજનીતિ પર બે શક્તિશાળી ગુજરાતીઓનો જબરદસ્ત પ્રભાવ છે. PM મોદી મહાનાયક છે તો અમિત શાહ ચાણક્ય છે. PM મોદી અને અમિત શાહની જોડી અદ્વિતીય છે. બંનેની રાજકીય અને પ્રાકૃતિક કેમેસ્ટ્રી એકબીજા સાથે મેળ ખાય છે. આ બંને નેતાઓ છે ત્યાં સુધી ભાજપા અજેય છે.હવે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે એ કહેવું પડશે કે ચૂંટણી યુદ્ધના અસલી હીરો તો નરેન્દ્ર મોદી જ રહ્યા.

જે લોકો નરેન્દ્ર મોદીને જાણે છે કે નથી જાણતા તેમણે જાણી લેવું જોઈએ કે PM મોદી `એલિમેન્ટ ઓફ સરપ્રાઇઝ’ની રાજનીતિમાં માને છે. એટલે કે અકલ્પિત આશ્ચર્ય આપવામાં માને છે. દા.ત. અગાઉ તેમણે એક સાંજે દેશમાં નોટબંધી જાહેર કરીને કાળું નાણું સંતાડી રાખનારને એ નાણું જાહેર કરવા ફરજ પાડી હતી. ગુજરાતમાં ચાલુ ટર્મમાં આખીને આખી સરકાર બદલી નાખી હતી. પીઓકેમાં રાતોરાત સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને પાકિસ્તાન ઊંઘતું ઝડપાયું હતું. જમ્મુ અને કાશ્મીરને આગવો દરજ્જો આપનાર 370 કલમ દૂર કરી દઈને જમ્મુ-કાશ્મીરને અન્ય રાજ્યોની બરાબર બનાવી દીધું હતું. ત્રણ તલાકના કાયદાને હટાવી દીધો હતો. 75 વર્ષથી ભારતમાં રહેતા અને પાકિસ્તાનથી આવેલા હિંદુ, ખ્રિસ્તી, જૈન, પારસી અને શીખ શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપ્યું હતું. આ પશ્ચાદભૂમિકા એટલા માટે આપવી પડી કે હવે આવનારાં પાંચ વર્ષ દરમિયાન કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવા આશ્ચર્યજનક નિર્ણયો લઈને દેશને સરપ્રાઇઝ આપી શકે છે. તેઓ હવે શું સરપ્રાઇઝ આપે છે તે આવનારો સમય જ કહેશે.

આજે PM મોદીના વ્યક્તિત્વનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે. યાદ રહે કે ભાજપા પાસે નરેન્દ્ર મોદીનો કોઈ જ વિકલ્પ નથી. જે કોઈ બેઠકો આવી છે તે માત્ર ને માત્ર PM મોદીના પ્રચંડ પુરુષાર્થના કારણે આવી છે.

દેશના સુપ્રસિદ્ધ અભિનેતા દિલીપકુમાર બીજા અભિનેતાઓ માટે `સ્કૂલ ઓફ એક્ટિંગ’ કહેવાતા હતા. દિલીપકુમાર પાસેથી ઘણું શીખવા જેવું હતું. એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કહી શકાય કે તેઓ સ્વયં એક `યુનિવર્સિટી સ્કૂલ ઓફ પોલિટિકલ સાયન્સ’ છે. અર્થાત્ પીએમ મોદી દેશના અને વિશ્વના તમામ રાજકારણીઓ માટે રાજનીતિશાસ્ત્ર શીખવા માટેની એક યુનિવર્સિટી જ છે.

પીએમ મોદીએ રાજનીતિમાં પ્રવેશતાંની સાથે જ દેશની રાજનીતિને 360 ડીગ્રી બદલી નાંખી છે. એમની સફળતાનું વિશ્લેષણ કરવું હોય તો કહી શકાય કે તેમના વ્યક્તિત્વની એક આગવી આભા છે. દેશના કોઈ પણ નેતાએ રાજનીતિશાસ્ત્ર શીખવું હોય તો પી.એમ. મોદી પાસેથી શીખવું જોઈએ.

માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં એટલે કે આકરૂન્દથી માંડીને અમેરિકા સુધી તેમનો ફેન વર્ગ છે. ચાણક્યએ લખ્યું છે કે, `મોટા કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય કદી મોટો ગણાતો નથી. મહાન તે છે જેની પાસે ગુણો છે, વિદ્યા છે. એ લોકોને કદી નાના ન સમજો જેઓ નાના અને ગરીબ કુટુંબમાં જન્મેલા છે. જેઓ બુદ્ધિમાન છે, ગુણવાન છે, સુશિક્ષિત છે, કોઈ ને કોઈ વિશેષતા છે, વિવેક છે તેઓ ગરીબ પરિવારમાં જન્મ્યા હોય તો પણ `મહાન’ છે.’

ચાણક્યનું આ વિધાન પી.એમ.મોદી માટે સોએ સો ટકા સાચું પડે છે. કેટલાક મૂર્ખાઓ તેમને `ચાવાળો’ કહીને ઠેકડી ઉડાડતા હતા. પી.એમ. મોદી આજે શક્તિશાળી રાષ્ટ્રપુરુષ તરીકે વિદ્યમાન છે.

વેનેશિયન કેસિનો રિસોર્ટના માલિક શેલ્ડન એડેલ્સન કહે છે કે, `સફળતાનો એક જ મંત્ર છે. અણીના વખતે સાચો નિર્ણય લો’- પી.એમ. મોદીએ આ જ કર્યું છે.

અમેરિકાના સુપ્રસિદ્ધ શહેર ન્યૂયોર્કના પૂર્વ મેયર રુડી જુલિયાનીના સમયમાં ન્યૂયોર્ક અસલામત હતું. ન્યૂયોર્કમાં અશ્વેત ગુંડાઓ, ધોળેદહાડે રિવોલ્વરની અણીએ રાહદારીને લૂંટી લેતા હતા. સેંકડો લોકોની હત્યા થઈ જતી. એક રાત્રે ન્યૂયોર્કના એ વખતના મેયર રુડી જુલિયાનીએ પોલીસ પાસે ન્યૂયોર્કના તમામ ગુંડાઓની યાદી બનાવડાવી અને રાત્રે જ છાપા મારી તમામ અસામાજિક તત્ત્વોને જેલમાં પૂરી દીધાં. બીજા જ દિવસથી ન્યૂયોર્ક સલામત બની ગયું. નરેન્દ્ર મોદી પી.એમ. બન્યા તે પછી દેશમાં કાયદો અને વ્યવસ્થાનું રાજ પ્રસ્થાપિત કરી દીધું. તેઓ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયગાળામાં કટ્ટરવાદીઓ દ્વારા ગોધરામાં 50થી વધુ હિંદુઓને જલાવી દેવાયા હતા. એ વખતે નરેન્દ્ર મોદીએ સખત પગલાં લીધાં અને કોમી રમખાણો કરાવતાં તત્ત્વોને સીધાંદોર કરી દીધાં. તે દિવસ પછી ગુજરાતમાં અને નરેન્દ્ર મોદી પી.એમ. બન્યા પછી ગુજરાતમાં કે દેશમાં એક પણ કોમી રમખાણ થયું નથી તેનો યશ પી.એમ.નરેન્દ્ર મોદીને જ આપવો પડે.

યાદ રહે કે રાજનીતિમાં નરેન્દ્ર મોદીની પોતાની જ રૂલબુક છે. રાજનીતિમાં પી.એમ. મોદી બીજા કોઈનીયે રૂલબુકને અનુસરતા નથી. તેઓ પોતાની જ રૂલબુકને અનુસરે છે.

પી.એમ. મોદીએ પોતાના પરિવારને રાજનીતિથી દૂર રાખ્યો છે. તેમણે પોતાના એક પણ સગાંસંબંધીને વિધાનસભાની કે લોકસભાની ટિકિટ આપી નથી.

પી.એમ. મોદીની સફળતાનો યશ તેમની વક્તૃત્વ શૈલીને પણ આપી શકાય. કોઈએ કહ્યું છે કે શ્રેષ્ઠ વક્તાઓ જ શ્રેષ્ઠ લીડર બની શકે છે. ઓરેટર્સ આર ગ્રેટ લીડર્સ:- આજે દેશમાં પી.એમ. મોદીની કક્ષાનો એક પણ શ્રેષ્ઠ વક્તા નથી. અબાલવૃદ્ધ સહુ કોઈ પી.એમ. મોદીની વાણી સાંભળીને મંત્રમુગ્ધ થઈ જાય છે. તેઓ અસ્ખલિતપણે બોલે છે. વાણીની શૈલી પ્રવાહી છે અને તાર્કિક પણ છે. `એપલ’ના સ્થાપક સ્ટીવ જોબ્સ કહે છે કે, `તમારો સમય મર્યાદિત છે. બીજાના અભિપ્રાયને જાણવાનું બંધ કરી દો. અન્યના કોલાહલને તમારા અંતરાત્માના અવાજ પર હાવી થવા ન દો. તમે તમારા જ અંતરાત્માના અવાજને અનુસરો. તમારા કામમાં પડી જાવ, મજા આવશે.’

પી.એમ. મોદીએ આમ જ કર્યું છે. બીજાઓના કોલાહલને પોતાની ઉપર હાવી થવા દીધો નથી. તેઓ બીજાના અભિપ્રાયોની પરવા કરતા નથી. પોતાનો અંતરાત્મા કહે છે તેને જ અનુસરે છે.

રાજનીતિમાં આઉટ ઓફ બોક્સ વિચારવું બહુ જ અગત્યનું છે. કોઈ પણ કામ તેઓ ચીલાચાલુ પદ્ધતિથી નહીં પરંતુ પોતાની રીતે આગળ ધપાવે છે.

સૌથી નોંધપાત્ર વાત એ છે કે નવા જમાનાને અને નવી પેઢીને પસંદ છે તેવી ડ્રેસ સેન્સ પણ તેમની પાસે છે. આજથી 50 કે 60 વર્ષ પહેલાં ધોતિયું કે ચીમળાઈ ગયેલા ઝભ્ભાઓ અને કરચલીવાળી ટોપી એ વખતના નેતાઓ પહેરતા હતા, પરંતુ પી.એમ.મોદીએ પોતાનાં વસ્ત્રો નવા જમાનાને અને નવી પેઢીને ગમે છે તે રીતે જ પહેરવાનું પસંદ કર્યું છે અને તેના લીધે તેમનું વ્યક્તિત્વ આકર્ષક લાગે છે.

મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે પી.એમ. મોદીની પર્સનાલિટી અને બોડી લેંગ્વેજ જબરદસ્ત ડેશિંગ લાગે છે. જે રીતે ફિલ્મ અભિનેતા સની દેઓલને વિલન સામે ઢાઈ કિલોના હાથથી પછાડતો જોવામાં આવે છે તે જ અદાથી ગંજાવર સભાને સંબોધતી વખતે પી.એમ. મોદી પોતાના હાથથી જે હાવભાવ આપે છે તે આજના યુવાનોને ઊર્જાથી ભરી દે છે. આ બાબતને મનોવિજ્ઞાનમાં `તાદાત્મ્ય’ એટલે કે `આઈડેન્ટિફિકેશન’ કહે છે. પી.એમ.મોદીની આ સ્ટાઈલ યુવાનોમાં દેશાભિમાન અને રાષ્ટ્રવાદ પેદા કરે છે.

ગુજરાત એકેડેમી ઓફ સાઇકોલોજી, અમદાવાદના નિયામક પ્રો.એસ.સી. કાનાવાલા કહે છે: `પી.એમ.નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વના પાસામાં જોઈશું તો તેમનું શરીરસૌષ્ઠવ દરેકને આકર્ષે તેવું છે. તેમના ચહેરા પર દૃઢ મનોબળ પ્રતિબિંબિત થાય છે. તેમની જુસ્સાભરી વાણીમાં, અવાજમાં જોમ, ઊંડો આત્મવિશ્વાસ, મર્દાનગી, નિર્ભિક્તા અને એક યોદ્ધા હોવાનું પ્રતિબિંબિત થાય છે. નિર્ભિક્તા એ વ્યક્તિના જીવનનો મહત્ત્વનો શીલ ગુણ છે. નરેન્દ્ર મોદીના ચહેરા પર અને પ્રવચનોમાં નીડરતા અને નિર્ભયતા સ્પષ્ટ જોવા મળે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com