હિમાચલ પ્રદેશમાં પોલીસે પ્રાથમિક શાળાના એક શિક્ષકની ધરપકડ કરી છે. જે નરાધમ શિક્ષકના નામે કલંક છોકરીઓ સાથે ગંદી વાતો કરતો હતો. જે ઘટના છે મંડી જિલ્લાની. પોલીસે આ શિક્ષકની પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે કે, POCSO એક્ટ હેઠળ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જોગીન્દરનગર સબ-ડિવિઝનના લદબદોલ વિસ્તારમાં આવેલી આ સ્કૂલની ચાર છોકરીઓએ શનિવારે આરોપી શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર – 1098 પર ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પીડિત ચાર વિદ્યાર્થીનીઓને મળી હતી. આ મામલે પોલીસે જોગીન્દરનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.
જોગીન્દરનગર પોલીસ સ્ટેશનના SHO અશ્વિની કુમારે જણાવ્યું કે, આરોપીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી શિક્ષકને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સોમવારે ફરી એકવાર તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે આરોપી તેમને તેમના પ્રાઈવેટ પાર્ટ્સ બતાવવા માટે કહેતો હતો. આ સિવાય તે વિદ્યાર્થિનીઓને પોતાના પ્રાઈવેટ પાર્ટ પણ બતાવતો હતો. ચાર પીડિતોમાંથી બે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓ છે અને અન્ય બે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીનીઓ છે.
તપાસ દરમિયાન પોલીસે યુવતીના પરિવારજનોને પૂછપરછ કરી હતી. અખિલ ભારતીય જનવાદી મહિલા સમિતિના જોગીન્દરનગર યુનિટે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. સમિતિના સભ્યોનો આક્ષેપ છે કે રાજ્યમાં આવી ઘટનાઓ વધી રહી છે.