ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે મેયર ડેપ્યુટી મેયર ચેરમેન પદની નિમણૂકો થઈ ગઈ, ત્યારે હજુ ઘણી કમિટીઓ છે, જે મુખ્યમંત્રી ની મંજૂરીની મહોર વાગે તેની રાહ જોઈ રહી છે, આ કમિટીમાં ત્રણ જેટલી કમિટી તો દૂઝણી ગાય જેવી તેમ, મલાઈદાર કહી શકાય, ત્યારે અમદાવાદ (AMC) ખાતે આવી કમિટીઓ કાર્યરત છે, તેમાં ચેરમેનની પોસ્ટ આવે છે, ત્યારે હાલ તો હોદ્દેદારોની નિમણૂક બાદ કમિટીઓમાં પણ સભ્યોની નિમણૂકો થઈ ગઈ છે, હવે ભાજપમાં આંતરિક ડખો હજુ અકબંધ છે, અનેક નગરસેવકો વર્ષો જુના કાર્યકર હોવા છતાં નિમણૂક ન મળતા રોષ હજુ યથાવત છે, ત્યારે એક ગ્રુપ દ્વારા અભેરાઈએ પડેલી ફાઈલને નીચે લાવવા અને મુખ્યમંત્રીને આ ફાઇલની મંજૂરી ઉપર મહોર મારવા પ્રયાણ શરૂ કરી દીધા છે,
ભાજપના શહેર પ્રમુખ રૂચીન ભટ્ટ વિદેશ ગયા હોવાથી થોડા જ દિવસોમાં પરત ફરશે, ત્યારે ઘણા નગર સેવકો જે દુઃખી છે, તેમને ત્યાં બેસણા અને ખરખરો કરવા અને મનાવા પણ જવું પડશે, ત્યારે હવે શહેર પ્રમુખ આવ્યા બાદ મુખ્યમંત્રીને ફરીવાર પડતર પ્રશ્નો જે કમિટી બનાવીને મંજૂર કરવા મોકલી હતી, તેમાં મુખ્યમંત્રીની મહોર લાગી જાય તેવા પ્રયત્નો શરૂ થાય તેવી વકી છે, બાકી હાલ એ ગ્રુપ તો લાગી ગયું છે અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીને ફાઈલ પાસ કરાવવા મથી રહ્યું છે,
વધુમાં સરકાર હવે ખોટા ખર્ચાઓ બચાવવા પણ મથી રહી છે, એક ચેરમેન પદ મળે એટલે ગાડી, સ્ટાફ, ચેમ્બર ની લઈને ખર્ચો ગણવામાં આવે તો એક હોદ્દેદારનો મહિને 3 લાખ ખર્ચ થઈ જાય, બાકી પ્રજાના કામમાં ઊંધા તો વળી જવાના નથી, ત્યારે GJ-18 મનપા ખાતે કામો કેટલા થયા તેની તમામ નોંધ સીએમ પાસે છે, કરોડો નહીં, અબજોની ગ્રાન્ટો ફાળવ્યા છતાં વિકાસ તો દેખાતો નથી, પણ લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ જોઈએ જેટલી લીડ મળી નથી, 43 નગર સેવકો છતાં લીડ ન મળતા તેમને ગુમડે ઘસીને લગાવવાના, ત્યારે હવે જે હોદ્દેદારો ની નિમણૂક બાદ કમિટીઓમાં જે મંજૂરી આવી જાય તો અનેક લોકો કમિટીમાં ચેરમેન બનવા થનગની રહ્યા છે, પણ સરકાર ખર્ચના પ્રશ્ને ઉદાસીન છે,
બોક્સ
43 નગર સેવકોની સંખ્યા છતાં લોકસભાની ચૂંટણીમાં મતદાન જોઈએ તેટલું થયું નથી, હાલ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પદની નિમણૂક બાદ સભ્યોની પણ નિમણૂક થઈ ગઈ, પણ એક નેતાએ ગોલ પોતાની પાસે રાખીને હવે સિક્સર મારવા મુખ્યમંત્રીની મંજૂરીની મહોર લાગી જાય તે માટે મલાઈદાર ચેરમેન પદના ખાતા એવા જે મંજૂરી માટે મોકલવામાં આવ્યા છે, તે મંજૂરી મળી જાય તો પોતાના મામકાઓનો સમાવેશ થઈ જાય, જે રહી ગયા છે, તેમના માટે ચાન્સ કહેવાય,
સરકાર એ ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવા નવી મંજૂરી મહેકમથી દૂર થઈ રહી છે, ત્યારે ચેરમેન પદ કમિટીઓમાં આવે તો એક ચેરમેન પાછળ ત્રણ લાખ મહિને ખર્ચ થાય, બાકી પ્રજાના કામો કરીને ક્યાં ઉંધા વળી જવાના છે, મંજૂરી માટે એક ગ્રુપ દોડી રહ્યું છે, બાકી શહેર પ્રમુખ રુચિર ભટ્ટ હાલ વિદેશ છે, તે આવ્યા બાદ જો તેમનો ટેકો સાંપડે તો મંજૂરી માટે મથી શકાય, બાકી હાલ તો રૂચીન ભટ્ટને અનેક નગર સેવકો કાર્યકરો નારાજ છે, તેમને ત્યાં બેસણા, ખરખરો, દુઃખણા લેવા જવું પડશે અને પટાવવા પડશે,