ગુજરાતનું કહેવાતું GJ-18નું તંત્ર હુંકારો દેવામાં ફક્ત દોડે, કામ નહીં કરવાનું, ગુજરાતનું ભલે જમાદાર કહેવાય, આખા ગામમાં હોહા મચાવે , પણ અહીંયા તંત્ર ગાંઠે નહીં, ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન નવા નિમણૂક બાદ મેયર મીરા બેન પટેલ દ્વારા પ્રજાના પ્રશ્ને ફિલ્ડીંગ શરૂ કરી દીધી છે, ત્યારે બે દિવસ પહેલા સેક્ટર-1 ખાતે રૂબરૂ મુલાકાત લઈને રોડ, રસ્તા પર પડેલા ખાડા, ગાબડા અને વરસાદ આવે તે પહેલા કામ પૂર્ણ કરી દેવા, સૂચના આપેલ, ત્યારબાદ હુંકારો આપીને તંત્રએ કામ શરૂ કર્યા બાદ બીજા જ દિવસે કામ બંધ થઈ ગયેલ, રહીશોને વાહન ક્યાં પાર્ક કરવા, વાહનો ઘર પાસે લાવવા કઈ રીતે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપ તોડી નાખતા ગટરનું પાણી દુર્ગંધ મારી રહ્યું છે, મેયર દ્વારા સેક્ટરમાં ઝડપી કામ પૂર્ણ કરવાની સૂચના તો આપી પણ મેયરની શિખામણ મહાનગરપાલિકાના ઝાંપા સુધી હોય તેવું લાગે છે,
અંબાલાલની આગાહી અને ચોમાસુ બેસી ગયું હોય, તેમ સેક્ટર-1 ખાતે મેયર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વરસાદમાં જમીન બેસવાની ઘટના ન બને, યોગ્ય પુરાણ કરવામાં આવે ખાડા પુરવાથી લઈને સુચના તો આપી પણ સેક્ટર-૧ ખાતે કામ પૂર્ણ થયા ખરા? મેયર શ્રી ફરિવાર આવો પધારો મીરાબાઈ મેયર તંત્ર તંબુરા, ભજન, કીર્તનથી સાંભળે તેવું નથી, અસલ પટલાણી ના રૂપમાં પટલાણી પાવર ડંડો તંત્ર સામે પછાડીને બતાવો, તો આ તંત્ર સુધરશે, બાકી ચોમાસામાં પ્રજાના શ્ર્લોકો સાંભળવા તંત્રના પાપે તમામ હેરાન થવું પડશે, રાયસણનું પાણી પીને ઘરેથી નીકળો છો, ત્યારે કાર્યાલયે પાણી ના પીતા, બાકી તંત્ર સામે પકકડ અને હંકારો નહીં બોલાવી શકો, હવે ચોમાસાની ઋતુમાં સમસ્યા ભયંકર વકરવાની છે, બાકી જે જગ્યાએ સૂચનાઓ આપી ત્યાં ફરીવાર તપાસ કરશો તો કોન્ટ્રાક્ટરો કામ મૂકીને જતા રહ્યા છે,
બોક્સ
મીરાબેન મેયર હુંટરવાલી બાઈ ની જેમ દંડો પછાડો રાયસણનું ઘરેથી પાણી પીને નીકળો પછી મનપાનું પાણી ના પિતા, નહીંતર તંત્ર સામે પાવર ડાઉન થઈ જશે, ભજન, કીર્તન સાંભળનારુ આ તંત્ર નથી, ડંડો પછાડવો પડશે, હુંટરવાલી બાઈ બનશો તો તંત્ર કામ કરશે,