ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓની તકલીફો અને પ્રશ્નોને લઇને અવાજ ઉઠાવ્યો, મુખ્યમંત્રીને લખ્યો પત્ર…

Spread the love

થોડાક દિવસો પહેલા રાજ્યમાં એબીવીપી કાર્યકરો દ્વારા રાજ્યમાં GCASને લઇને વિરોધ પ્રદર્શન થયુ હતુ, પરીક્ષા અને મેરિટ પ્રકિયા અને પદ્ધતિને લઇને વિદ્યાર્થીઓનો વિરોધ હતો. હવે આ મામલે ખુદ સરકારના જ ધારાસભ્યએ કુમાર કાનાણીએ સરકારને પત્ર લખ્યો છે. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓની તકલીફો અને પ્રશ્નોને લઇને અવાજ ઉઠાવ્યો છે અને હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે, જે ચર્ચામાં આવ્યો છે.

શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. સાઉથ ગુજરાતમાં આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યૂનિવર્સિટીમાં ગેરરીતિ થઇ રહી હોવાનો આરોપ ખુદ ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ લગાવ્યા છે. સુરતના વરાછાના MLAએ મુખ્યમંત્રીને આ બાબતે પત્ર લખ્યો છે, જેમાં તેમને વીર નર્મદ દ.ગુજરાત યુનિ.માં ગેરરિતીનો આરોપ લગાવ્યો છે, તેમને પત્ર જણાવ્યુ છે કે, યુજીની પ્રવેશ પ્રક્રિયામાં મોટાપાયે ગેરરિતી થઇ છે. GCASથી પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે અને હેરાગતિ થઇ રહી છે, પ્રવેશમાં કોઈ મેરિટ નથી જોવાયુ. તેમને મોટો આરોપ એ પણ લગાવ્યો છે કે, કૉલેજોએ 200ને બદલે 500ને બોલાવાયા છે, વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાયો નથી. પૉર્ટલ પ્રમાણે થઈ રહેલી કામગીરીમાં અનેક પ્રકારની તૃટીઓ સામે આવી છે. વિદ્યાર્થીઓને થતી હેરાનગતિને દુર કરવાની અપીલ કરાઇ છે. મેરિટ ના જાળવનાર સામે કાર્યવાહી કરવાની પણ કુમાર કાનાણીની માંગ છે.

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ- પોર્ટલ થકી રાજ્યના વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. એટલું જ નહિ, એડમિશન માટે કોલેજોમાં ધક્કા ખાવા સહિતની જે અગવડતા વિદ્યાર્થી અને વાલીઓએ અનુભવવી પડતી હતી તેનું નિરાકરણ આવી જશે. ટેકનોલોજીની મદદથી ‘અરજી એક, વિકલ્પ અનેક’ના ધ્યેય સાથે ખાસ પોર્ટલ તૈયાર કરી આ પ્રકારની કોમન એડમિશન પ્રક્રિયા શરૂ કરનાર ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે જેનું ગર્વ છે. આ પોર્ટલથી સમગ્ર એડમિશન પ્રક્રિયા ઝડપી થશે જે આવનાર સમયમાં વરદાનરૂપ સાબિત થશે.

આ પૉર્ટલ દ્વારા માત્ર સ્નાતક કક્ષાના જ નહિ, પરંતુ અનુસ્નાતક, પી.એચ.ડી. એવા અભ્યાસક્રમો માટેનું કૉમન ઍડિ્મશન રહેશે. વિદ્યાર્થીની અનેક વિટંબણાઓનો આ પૉર્ટલ થકી અંત આવશે. સામાન્યતઃ મનપસંદ યુનિવર્સિટી તેમજ કૉલેજ, અનુકૂળ અભ્યાસક્રમ પસંદ કરવાની પ્રક્રિયા તેમજ દરેક જગ્યાએ રૂબરૂ જવાની તમામ પરિસ્થિતિનો અંત આવશે. માહિતીના અભાવે ઘણી વાર ખોટા અભ્યાસક્રમમાં, ખોટી રીતે એડિ્મશન લેવાની ભૂલ થતી હોય છે. વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ તકમાંથી ઉત્તમ તક ઝડપીને પ્રક્રિયા સરળ બનાવવી એ જ આ પૉર્ટલનું કામ છે.

આ પૉર્ટલને કારણે બારમા ધોરણ પછી વિદ્યાર્થી અને વાલીને આટ્ર્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝના અનેકવિધ અભ્યાસક્રમો છે, અનેક યુનિવર્સિટીઓ છે, અનેક કૉલેજો છે તેમાંથી પોતાની મનપસંદ સંસ્થા અને અભ્યાસક્રમ પસંદ કરવાની વિશાળ તક પ્રાપ્ત થાય છે.
અલગ અલગ જગ્યાએ જઈને લાંબી મુસાફરી, લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળે છે. અલગ અલગ સંસ્થાઓમાં જે પ્રવેશ ફી ભરવી પડે છે તેમાંથી પણ મુક્તિ મળે છે. GCAS પૉર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને તમામ વિદ્યાર્થી સરળતાથી ઍપ્લિકેશન કરી શકશે.

ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન – IITE, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શ્રી ગુરૂ ગોવિંદ યુનવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી , ચિલ્ડ્ર્ન્સ યુનિવર્સિટી.

GCAS પૉર્ટલની વિશેષતાઓ

  • સરળતાથી ડૉક્યૂમેન્ટ્સ અપલોડ કરી શકાય છે.
  • અનેક વિષયો પસંદ કરી શકાય છે.
  • જે તે સંસ્થા કે યુનિવર્સિટી દ્વારા જે પ્રવેશપ્રક્રિયાની યાદી તૈયાર થાય છે તેનાં નોટિફિકેશન્સ સરળતાથી રજિસ્ટર થયેલા મોબાઈલ ફોન અને ઈ-મેઈલ થકી પ્રાપ્ત થાય છે.
  • તમામ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન પછીથી એડમીશનની પ્રક્રિયાની સ્વાયત્તતા રહેશે.
  • માત્ર એક જ વખત પ્રવેશ ફ્રી ભરીને લાંબી, થકવી નાખનારી, ખર્ચાળ પ્રક્રિયામાંથી મુક્તિ મેળવીને ઍડિ્મશનની પ્રક્રિયા સરળ કરનારા આ પૉર્ટલ થકી વિદ્યાર્થીને અને વાલીને ખૂબ જ સહાય મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com