ભીખા અને રોહિતને પકડી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, બુધા ભરવાડ, હિતેશ, રાયમલ સહિત પાંચ વોન્ટેડ જાહેર..

Spread the love

ગાંધીનગરનાં ગીયોડ પાટીયા નજીકથી પાલનપુરનાં મદદનીશ ઉદ્યોગ કમિશ્નર આર કે વસાવાના અપહરણ મામલે ચીલોડા પોલીસે બે અપહરણકારોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આવતીકાલ બપોર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સમગ્ર પ્રકરણ સાત જણાંની ગેંગ હોવાનું સામે આવ્યું છે. જેમાં ભાવનગરના મુખ્ય સૂત્રધાર બુધો ભરવાડ ખંડણીની રકમમાંથી 10 લાખ લેવાનો હતો. જેની પાસે મદદનીશ ઊદ્યોગ કમિશ્નરની કોઈ ફાઈલ હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી છે.

પાલનપુર જીલ્લા ઉધોગ કેન્દ્ર ખાતે મદદનીશ ઉધોગ કમીશ્નર તરીકે છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા રમણભાઇ ખાનસિહભાઈ વસાવાનાં ગાંધીનગરના સેકટર – 12 ખાતેના ઘરની બ્લ્યુ કલરની કારમાં સવાર અજાણ્યા ઈસમો ફોટા પાડી રેકી કરતા હતા. તો ચારેક દિવસ અગાઉ રમણલાલનાં મોબાઈલમાં રધુભાઇ દેસાઇ નામના વ્યક્તિએ ફોન કરીને મળવાનું કહ્યું હતું. જેથી પોતે 30 જૂનનાં રોજ રિટાયર્ડ થતાં હોવાથી રમણલાલે પછીથી મળવાની વાત કરી હતી. પરંતુ ત્યારબાદથી તેઓ ટેન્શનમાં હતા. તેમના પર સતત વોચ રાખવામાં આવતી હોવાની ભીતિનાં પગલે ક્લાસ વન અધિકારીએ ઘરે સીસીટીવી કેમેરા પણ લગાવી દીધા હતા.

ત્યારે ગઈકાલે બપોરે અધિકારી વસાવા હોન્ડા બીઆરવી કાર લઇને હિંમતનગર જવા માટે નિકળ્યા હતા. અને ધણપ ગીયોડ પાટીયા વચ્ચે અચાનક બે કારની આડશ કરીને નંબર પ્લેટ વિનાની સ્વીફટ કારમાં ત્રણ ઈસમોએ અધિકારીનું અપહરણ કરી લીધું હતું. જે મામલે જાણ થતાં એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ એલએલબી પીઆઈ ડી બી વાળા, એચ પી પરમાર, ચીલોડા પીઆઈ એન્ડરસન અસારી સહીતની પોલીસ ટીમોને કામે લગાડી એક્શન પ્લાન તરતો મૂક્યો હતો.

ત્યારે પીઆઈ વાળાએ ત્રણ ફોનનું ટ્રેકિંગ શરૂ કરી ઈન્સ્પેક્ટર એચ પી પરમારને મોકલી આપવામાં આવતું હતું. બીજી તરફ ચારે દિશા નાકા બંધી કરી દઈ હિંમતનગર – સાબરકાઠાં પોલીસને પણ એલર્ટ કરી દેવાઈ હતી. બાદમાં ધેધુ ચોકડીથી ફિલ્મી ઢબે પીઆઈ પરમારે અપહરણકારોની ગાડીને ટક્કર મારતાં પોલીસ કાફલાએ ચારે દિશા કોર્ડન કરી લીધી હતી. અને ધોળાકૂવાના ભિખા ઝાલાભાઈ ભરવાડ, રોહિત તરસંગ ઠાકોર (રહે. સેકટર – 5) ને પકડી લીધા હતા. જ્યારે રાયમલ ઠાકોર પોલીસની નજર ચૂકવી નાસી ગયો હતો.

આ મામલે ચીલોડા પીઆઈ એન્ડરસન અસારીએ કહ્યું કે, બંને આરોપીઓની પ્રાથમિક તપાસમાં સાત જણાંની ગેંગ હોવાનું સામે આવ્યું છે. ભાવનગરનાં મુખ્ય સૂત્રધાર બુધા ભરવાડના કહેવાથી ભીખો ભરવાડ, રોહિત ઠાકોર, રાયમલ ઠાકોર, ગોકુળપુરાનો હિતેશ (જોગરાણા) ભરવાડ, નવઘણ ભરવાડ અને નિમેષ પરમારની ગેંગ મળી અધિકારી નાં ઘરની રેકી કરતા હતા. રધુભાઇ દેસાઇ નામે મદદનીશ ઊદ્યોગ કમિશનરને ફોન કરવામાં આવતો હતો. ગઈકાલે જ ઝડપી લેવાયેલા બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આવતીકાલ બપોર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

વધુમાં પીઆઈએ ઉમેર્યું કે, અધિકારી અગાઉ ભાવનગરમાં ફરજ બજાવતા હતા. બુધા ભરવાડ પાસે આર કે વસાવાની કોઈ ફાઈલ હોવાનું પણ સામે આવ્યું છે. જે ફાઇલ મામલે પણ બુધો ભરવાડ બ્લેક મેઈલ કરતો હોવાનું લાગી રહ્યો છે. તેઓ વય નિવૃત થવાના હોવાનું જાણીને 25 લાખની ખંડણીનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જેમાથી 10 લાખ બુધા ભરવાડને આપવાનાં હતા. ગઈકાલે ઉપરોક્ત ચારેય જણાની ગેંગે સ્વીફટ તેમજ એક બ્લ્યુ કલરની કારની આડશ કરીને અધિકારિણી કારને રોકી દેવાઈ હતી.

બાદમાં સ્વીફટમાં તેમનું ભીખા ભરવાડ, રોહિત અને રાયમલે

અપહરણ કર્યું હતું. જ્યારે હિતેશ ભરવાડ બ્લ્યુ કલરની

કારમાં હતો. જે પૈકી ભીખા અને રોહિતને પકડી કોર્ટમાં રજૂ

કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જ્યારે

બુધા ભરવાડ, હિતેશ, રાયમલ સહિત પાંચને વોન્ટેડ છે.

ગાંધીનગરના ચારેય આરોપીઓ જમીન દલાલીના ધંધામાં

સંકળાયેલા છે. રોહિત અગાઉ મેટ્રોનાં ફર્મા ચોરીના ગુનામાં

પણ પકડાઈ ચૂક્યો છે. આગામી દિવસોમાં સમગ્ર ઘટનાનું રી

કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com