ગાંધીનગર પ્રાંત અધિકારીએ ઓંચિતી મુલાકાત લઈ ચાર જેટલા વચેટીયાઓને ઝડપી લીધાં ..

Spread the love

દહેગામ તાલુકાની મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રની ગાંધીનગર પ્રાંત અધિકારી બ્રિજેશ મોડિયાએ ઓંચિતી મુલાકાત લીઘી હતી. આ મુલાકાત દરમ્યાન જનસેવા કેન્દ્રમાં પિટીશન રાઇટર ન હોય તેવા અરજી સ્વીકારતા અને લખતાં ચાર જેટલા વચેટીયાઓ આબાદ રીતે ઝડપાઈ જતાં તમામને કચેરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર જિલ્લાની તમામ મામલતદાર કચેરી ખાતે

જનસેવા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર પરથી

નાગરિકોને આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ

દાખલો, જમીન મહેસુલના દાખલા જેવી સરકારની અનેક

વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. જનસેવા

કેન્દ્ર આજે રાજય સરકારની વિવિધ સેવાઓ માટે સ્થાનિક

કક્ષાએ ઝડપી, વિશ્વસનીય અને પારદર્શક વહીવટનું ઉત્તમ

ઉદાહરણ બની ગયું છે.

ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેની સૂચનાથી આજે દહેગામ મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્રની પ્રાંત અધિકારીએ ઓંચિતી મુલાકાત લીઘી હતી. મુલાકાત દરમ્યાન તેમણે વિવિધ સેવાઓ અંગેની માહિતી કર્મચારીઓ પાસેથી મેળવી હતી. તેમજ જનસેવા કેન્દ્રમાં આવેલા લાભાર્થીઓ અને નાગરિકો પાસે તેમના મુખે જનસેવા કેન્દ્રની કામગીરી અંગેનો અભિપ્રાય મેળવ્યો હતો. તેમની આ મુલાકાત દરમ્યાન પિટીશન રાઇટર ન હોય તેવા ચાર વ્યક્તિઓ અન્ય લાભાર્થીઓની અરજી લખતાં નજરે ચઢી ગયા હતા. પ્રાંત અધિકારીએ તેમની ઝીણવટપૂર્વક તપાસ કરી તેમની સામે લાલ આંખ કરીને તેમને જનસેવા કેન્દ્રમાંથી બહાર મોકલી દેવા માટેની સૂચના આપી હતી. આ વાતથી સમગ્ર દહેગામ મામલતદાર કચેરીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. પ્રાંત અધિકારીએ આ પ્રકારના વ્યક્તિઓ જનસેવા કેન્દ્રમાં ન આવે તે અંગેની સૂચના સંબધિત અધિકારીને આપી છે. તેમ છતાં કોઇપણ વ્યક્તિ આ રીતે આવે તો તેની સામે ફોજદારી ગુનો નોંધી કાર્યવાહી કરવા પણ સંબધિત અધિકારીને ભારપૂર્વક જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com