ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે બંધીનો મજાક બનતો હોય તેવા અનેક કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો કચ્છના ભચાઉમાંથી સામે આવ્યો છે. ભચાઉના ચોપડવા પુલ પાસે બુટલેગરે LCBની ટીમ પર જીપ ચઢાવવાનો પ્રયાસ છે. જોકે, બુટલેગરની સાથે CID ક્રાઈમમાં ફરજ બજાવતી પોલીસ કોન્સ્ટેબલ પણ હાજર હતી. ગાડીમાં દારૂ સાથે પકડાયેલા યુવરાજ અને નીતા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂ અંગે ગુનો દાખલ કરાયો છે.
પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી રીલ બનાવવાની શોખીન હોવાનું તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લાગી રહ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભચાઉના ચોપડવા પુલ પાસે પોલીસ પર થાર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જે બાદ પોલીસે વાહનને અટકાવીને તેની તપાસ પણ કરી હતી. આ તપાસમાં નીતા ચૌધરી અને બૂટલેગર યુવરાજસિંહ જાડેજા તે કારમાં જ સવાર હતા. યુવરાજ સિંહ જાડેજા એ ચીરઈનો બૂલલેગર હોવાનું જાણવા મળી રહ્યુ છે.જ્યારે નીતા સીઆઈડી ક્રાઈમમાં પોલીસ કોન્સ્ટેબલ હોવાની વાત સામે આવી છે.
આ બંને સાથે મળીને દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ પોલીસની આઈ20 અને ફોર્ચ્યુનર કારને પણ ટક્કર મારી હોવાનું સામે આવ્યુ હતુ.
બુટલેગરની કારમાંથી દારૂની 16 બોટલ અને બિયરના કેન મળી આવ્યા હતા. પોલીસે આ બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને શરાબબંધી હેઠળ ગુના દાખલ કર્યા હતા. નીતા ચૌધરી વિવાદાસ્પદ લાઈફ સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. તેના સોશિયલ મીડિયામાં અનેક રિલ્સ અને વીડિયો બનાવ્યા હોવાનું દેખાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ પહેલા પણ તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી.