લોકો દ્વારા નારેબાજી અને ૬ કલાક જેટલા સમય સુધી અમદાવદ મ્યુનિસિપલ કચેરીના મુખ્ય પ્રવેશ દ્વારનો ઘેરાવ કરી ધરણા કરવામાં આવ્યા
અમદાવાદ
ભારતીય યુથ કોંગ્રેસના સિનિયર રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈએ જણાવ્યું હતું કે આજરોજ ઓઢવ ખાતે આવેલ શિવમ આવાસ યોજના ના રહિશો દ્વારા અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશન , ખમાસા ખાતે હલ્લા બોલ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તથા આવેદન પત્ર આપવાંમાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. મ્યુનિસિપલ કમિશ્નર ને આવેદન પત્ર આપી રજુઆત કરવાની માંગ સાથે લોકો દ્વારા નારેબાજી કરવામાં આવી હતી અને ૬ કલાક જેટલા સમય સુધી અમદાવદ મ્યુનિસિપલ કચેરી મુખ્ય પ્રવેશ દ્વાર નો ઘેરાવ કરી ધરણા કરવામાં આવ્યા હતાં.
પેહલા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રજુઆત સંભાળવા નનૈયો કરવામાં આવ્યો હતો અને DYMC કક્ષા ના અધીકારી સાથે મળી રજુઆત કરવા આગ્રહ કરવામાં આવ્યો હતો પરંતુ અમારી અને સ્થાનિકો ની માંગણી એક જ હતી કે અમે વારંવાર DYMC કક્ષા ના અધીકારી ને રજુઆત કરેલી છે હવે અમે મ્યુનિસિપલ કમિશ્નરને જ રજુઆત કરીશું ત્યાર બાદ ૬ કલાક જેટલા સમય સુધી કરવામાં આવેલ ધરણા બાદ કોર્પોરેશન ખાતે રાત્રી રોકાણ ની ચીમકી ઉચ્ચાવામાં આવી હતી ત્યાર બાદ કમિશ્નર દ્વારા ૭ દિવસ નો સમય માંગવામાં આવ્યો હતો અને સોમવારે બપોરે ૩ વાગે મુલાકાત કરવાં માટે સમય આપવામાં આવ્યો હતો.સ્થાનિક રહિશો અને આગેવાનો સાથે મળી ને આવેદન પત્ર આપી ૭ દિવસ નું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને જો ૭ દિવસ માં તમામ પ્રશ્નો નું સમાધાન નહિ લાવવામાં આવે તો વધું ઉગ્ર આંદોલન કરવાંમાં આવશે.
શિવમ આવાસ યોજના ના ભ્રષ્ટાચાર અને અન્યાય ના મુદ્દા
(1) રીડેવલપમેન્ટ પોલિસી હેઠળ અમદાવાદમાં અનેક જગ્યાએ ફ્લેટ બનાવવાનું કામ ચાલુ છે પરંતુ શિવમફ્લેટ સિવાય કોઈ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા માટે મૂળ માલિક પાસેથી NOC મંગાવવામાં આવી નથી અને આ પોલિસીના નિયમ મુજબ પણ કબ્જેદાર/માલિક મકાનના પોતાનું હોવાના પુરાવા અને પોતે સોગંદનામું કરી આપે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવી તો શિવમફ્લેટના રહીશો પાસે તમે કેમ NOC માંગી?
(2 )NOC જલ્દિ ના મળવાનાં કારણે કેટલાય લોકો ને ભાડા લેટ મળવાના શરુ થયા અને ૯૪ પરીવારો એવા છે જેમને હજું સુધી ભાડા પણ નથી મળ્યા અને મકાનો ની લીસ્ટમાં નામ પણ નથી આવ્યા તેની જવાબદારી કોની?
(3) રીડેવલપમેન્ટ પોલિસી મુજબ હયાત મકાનના 40% મોટું મકાન બનાવવું તો તમે નાના મકાનો કેમ બનાવ્યા?
(4) શિવમફ્લેટનું એક મકાન પહેલા 25 Sq Mt. નું મકાન હતું જેના બદલે 30.9 sq mt. નું બનાવવામાં આવ્યું છે જ્યારે નિયમ મુજબ મકાન અંદાજે 37 Sq mt. નું હોવુ જોઈએ.
(5) પોલિસી મુજબ 1332 પરિવારો માટે ૨ આંગણવાડી, ૨ હેલ્થ સેન્ટર, ૨ કોમ્યુનિટી હોલ હોવા જોઈએ જેના બદલે માત્ર ૧ નાનું હેલ્થ સેન્ટર બનાવવા માં આવ્યું છે.એક પણ આંગણવાડી કે એક પણ કોમ્યુનિટિ હોલ નથી બનાવવા માં આવ્યો.
(6) રીડેલપમેન્ટના રહીશો પાસેથી મેન્ટેનન્સ પેટે લેવાતી રકમ મકાનની સાઈઝ મુજબ હોય છે તો નિયમ મુજબ શિવમ આવાસના એક મકાનની સાઈઝ પ્રમાણે કેટલા પૈસા શિવમ આવાસના રહીશને ભરવાના થાય?પોલીસી મુજબ ૪૫ થી ૫૦ Sq mt. નું મકાન હોય તો ૫૦ હજાર રુપિયા મેન્ટેનન્સ આપવાનું થાય જ્યારે શિવમ આવાસ માં ૩૦.૯ Sq Mt. ના મકાન હોવા છતા ૫૦ રુપિયા મેન્ટેનન્સ ની માંગણી કરવામાં આવી છે જે મજબૂર ગરીબો પાસે થી લૂંટ સમાન છે.
(7) શિવમ આવાસના રહીશને મકાનની ચાવી લેવા માટે શિવમ આવાસના મેન્ટેનન્સ 50000 ના ચોથા ભાગના 12500 ભરવા પડશે.૧૩૩૨ પરીવારો ના ૫૦ હજાર લેખે ૬ કરોડ ૬૬ લાખ રુપિયા જમા થશે જે કોની પાસે રહેશે અથવા કોની જવાબદારી માં રહેશે ?
(8) ભૂતકાળ માં અનેક આવાસ યોજનાઓ ના મેન્ટેનન્સ ના પૈસા પરત મળેલ નથી અથવા મેન્ટેનન્સ માટે વાપરવામાં આવેલ નથી તો એવી જ હાલત શિવમ આવાસ યોજનાના રહિશો ની નઈ થાય એના માટે જવાબદાર કોણ ?
(9) રીડેવલપમેન્ટ પોલીસી મુજબ શિવમના આવાસો બનાવ્યા બાદ લિફ્ટ,બોર,મકાનની સ્ટેબિલિટી,આવાસમાં વપરાયેલ તમામ ચીજવસ્તુઓ ના મેન્ટેનન્સ બાબતે ડેવલપર ની જવાબદારી કેટલા વર્ષની રહેશે?
(10) ૨૬/૮/૨૦૧૮ રક્ષાબંધન ના દિવસ ૨ બ્લોક ધરાશાઈ થયા હતા ત્યારબાદ બધા બ્લોક ખાલી કરાવવામાં આવ્યા હતા,ત્યારબાદ સરકારે ના તો બેઘર લોકો માટે કોઈ વ્યવસ્થા કરી અને નાતો એમને ૨ વર્ષ સુધી ભાડા પણ આપ્યા, તો સરકાર ની જ બનાવેલી પોલીસી પ્રમાણે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા લાભાર્થીઓને ના અપાય ત્યાં સુધી કોઈને બેઘર ના કરાય તો રહીશોના 2 વર્ષના ભાડાના પૈસા કોણ ખાઈ ગયુ ?
(11) નિયમ પ્રમાણે વિકલાંગ રહીશોનું મકાન પહેલા માળે આવવું જોઈએ તો રહીશોએ પોતે વિકલાંગ છે તેના સર્ટિફિકેટ જમા કરાવ્યુ હોવા છતાય તેમનું મકાન ઉપરના માળે કેમ આવ્યું ?