અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્યની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક સાણંદ વિભાગ સાણંદના માર્ગદર્શન હેઠળ બી.ટી.ગોહિલ પોલીસ ઇન્સ્પેકટર બોપલ પોલીસ સ્ટેશને આજરોજ તા.૦૧/૦૭/૨૦૨૪ ના ક.૧૪/૩૦ થી ૧૫/૪૫ વાગે સુધી બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તુલીપ સ્કૂલ ઓડિટોરિયમ હોલ સ્ટર્લીંગ સીટી બોપલ ખાતે તાજેતરમા અમલમા આવેલ નવા કાયદા અંગે સેમિનારનું આયોજન કરાવામાં આવેલું જેમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર શ્રેણિક શાહ આસિસ્ટન્ટ પ્રોફેસર જી.એલ.એસ. કોલેજ નાઓ હાજર રહેલ હતા. તેઓએ નવા ત્રણ ફોજદારી કાયદા વિશે જાણકારી આપી હતી તેમજ નવા ત્રણ કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ વિશે માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલુ હતું. આ સમગ્ર કાર્યક્રમમા તુલીપ સ્કુલના ટ્રસ્ટી શ્રીધરભાઇ દવે તથા સામાજીક આગેવાન ધર્મીષ્ઠાબેન ગજજર તથા સામાજીક આગેવાન મહેન્દ્રભાઇ પટેલ તથા રણછોડભાઇ જી ઠાકોર ડેપ્યુટી સરપંચ શ્રી ખોડીયાર તથા વિરમજી ઠાકોર સરપંચ શ્રી લીલાપુર તથા ચીરાગજયોતી બોરાહ બોડકદેવ અન્ય ભાષા-ભાષી સેલ કન્વીનર તથા ભુપેન્દ્રભાઇ પટેલ ચેરમેન, આર્યમાન રેસીડન્સી તથા નિવૃત આચાર્ય શ્રી ભીખાભાઇ પટેલ તથા નિવૃત પોલીસ કર્મચારી વજેસિંહ તથા બોપલ પોલીસ સ્ટેશનના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ તથા જુદા- જુદા ગામો તથા સોસાયટીમાંથી આવેલ માણસો સહિત આશરે ૨૦૦ જેટલા માણસો હાજર રહેલ હતા. તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારના લોકો તાજેતરમા અમલમા આવેલ ત્રણેય નવા કાયદાઓથી વધુમા વધુ માહિતગાર થાય તે સારૂ બોપલ પોલીસ તરફથી શોશીયલ મીડીયા તેમજ પોસ્ટરો વડે જનજાગ્રુતિના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.