અમદાવાદ
તળાવોમાં વધુ પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ રહે તે માટે અને તળાવોની જળસંચય ક્ષમતા વધારવા માટે હયાત તળાવોને ઊંડા કરવામાં આવેલ છે તેમજ આજુબાજુના વિસ્તારમાં વધુ પ્રમાણમાં ભરાતા વરસાદી પાણીને તળાવમાં લાવવા માટેની કામગીરી તેમજ તળાવોના સંરક્ષણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ તથા તળાવોમાં હયાત પરકોલેશન વેલની સાફ સફાઈની કામગીરી પૂર જોશમા હાથ ધરવામાં આવેલ જેથી આ વખતે વરસાદના પાણીનો વધુ સંગ્રહ તળાવોમાં થઈ શકે તેમ છે.લો-કોસ્ટ લેક કન્ઝરવેશનમાં લીધેલા કુલ ૨૭ તળાવો પૈકી ૩ તળાવોમાં કામ પૂર્ણ કરેલ છે., ૧૬ તળાવોમાં કામગીરી પ્રગતિમાં છે. ભારે વરસાદને કારણે નિંચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે જુદા જુદા કેચમેન્ટ વિસ્તારમાંથી ૩૭ તળાવોમાં વરસાદી પાણી લાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ, સદર તળાવોમાં આસપાસના વિસ્તારોમાં પાણી એકઠુ કરી વરસાદી પાણીનો રન ઓફમાં ઘટાડો કરવાથી ફાયદો મળેલ છે. હાલમાં શહેરના જુદા જુદા કુલ ૭૫ જેટલા તળાવો વરસાદી પાણીથી ભરાયેલ છે.વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ થઈ રહે તે માટે જુદા જુદા વોર્ડમાં કુલ ૧૩ કેટલા પરકોલેટીંગ વેલ બનાવવાની કામગીરી કરેલ તેમાં સારો પ્રતિસાદ મળેલ છે.વરસાદી પાણીનો સંગ્રહ યોગ્ય રીતે થઈ રહે તે માટે કુલ ૫૦ ખંભાતી કુવાઓ પૈકી ૧૩ ખંભાતી કુવાનાં કામ પૂર્ણ કરેલ છે. ૧ ખંભાતી કુવામાં કામગીરી પ્રગતિમાં છે તેમાં પણ ચાલુ વરસાદે સારો પ્રતિસાદ મળેલ છે.પૂર્વ ઝોનમાં આવેલ ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ અંતર્ગત ફેઝ-૧ ની કામગીરી અંતર્ગત આવતા કુલ ૧૮૫ જેટલા ઈનલેટોને જોડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ જેથી આસપાસના વિસ્તારોમાં આ વખતે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવેલ.
ગોતા ગોધાવી કેનાલની બોક્ષ બનાવવાની કામગીરી હાથ ધરેલ છે જેમાં વોટર વે ખુલ્લો રાખવાથી આસપાસના વિસ્તારોમાં આ વખતે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવેલ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વોર્ડમાં ૧૫૪ વોટર લોગીંગ સ્પોટ આવેલ છે જે પૈકી ૧૨૨ વોટર લોગીંગ સ્પોટમાં કામગીરી પૂર્ણ કરેલ છે, ૧૧ વોટર લોગીંગ સ્પોટમાં કામગીરી પ્રગતિમાં છે તથી ૨૧ વોટર લોગીંગ સ્પોટમાં કામગીરી આયોજન કરેલ જેથી આ વરસાદ દરમ્યાન પાણીનો નિકાલ ઝડપથી થયેલ છે.
નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ત્વરિત નિકાલ થાય તે માટે એસ.ટી.પી. ખાતેથી ખારીકટ કેનાલ ઉપર બનાવવામાં આવેલ જુદા જુદા ૬૭ સમ્પો ઉપર ૧૧૩ પપો દ્વારા વરસાદી પાણીનો નિકાલ થાય તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તેમજ ૩૪ સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ પંપીંગ સ્ટેશનોમાં ૮૩ પંપોનું SCADA SYSTEM દ્વારા ઓન લાઈન કનેકટરકરીને મુખ્ય કંટ્રોલરૂમ ખાતેથી સતત મોનીટરીંગ કરવામાં આવેલ છે.તા.૩૦.૦૬.૨૦૨૪ ના રોજ પડેલ ભારે વરસાદ દરમ્યાન પોટ હોલ્સ વગેરેની ફરિયાદના અનુસંધાને અ.મ્યુ.કો.નો જુદા જુદા ઝોન દ્વારા ૮ નંગ ટ્રેકટર્સ ટ્રોલી, ૪ નંગ છોટા હાથી, જરૂરિયાત મુજબ હાથ લારીઓ, જેટ પેચર મશીન્સ, વાઈબ્રેટર મશીન્સ જેવા વાહનો દ્વારા કોલ્ડ મીક્ષ, વેટ મીક્ષ મટીરીયલ્સ સાથે પેચવર્ક માટે પ૩ જેટલા લેબર ગેંગ સ્થળ ઉપર પહોંચાડીને તાત્કાલિક પોટહોલ્સ પુરાણ કરીને ફરિયાદનો નિકાલ કરવામાં આવેલ છે તેમજ કોલ્ડ ઈમલસન ઈંજેકશન પેચીંગ મશીનથી પેચવર્કની કામગીરી કરવામાં આવેલ છે.