આવતીકાલે રાહુલ ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી, હવે પછીનું લક્ષ ગુજરાત?? કોંગ્રેસનો ટેમ્પો જમાવવા ગાંધી લાવશે આંધી?

Spread the love

આવતીકાલે, એટલે કે 6 જુલાઈએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બપોરના 12.30 વાગ્યે અમદાવાદ આવશે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ પાલડી ખાતે રાજીવ ગાંધી ભવન ખાતે આવશે. રાજીવ ગાંધી ભવન ખાતે તેઓ કાર્યકરોને મળશે. પથ્થરમારા મામલે કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે તેમને પણ મળવા જશે. એની સાથે સાથે મોરબીબ્રિજ, હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારને પણ મળી શકે છે.

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધશે
આ અંગે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, આવતીકાલે 12.30 વાગ્યે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવશે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોને મળશે અને સંબોધન કરશે. આ ઉપરાંત ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાોના પીડિત પરિવારોને પણ રાહુલ ગાંધી મળશે. જેમાં રાજકોટ અગ્નિકાંડ,વડોદરા હરણી કાંડ,સુરત તક્ષશિલા કાંડ અને ઉના કાંડ સહિતના કેટલાક પીડિતો રાહુલ ગાંધીને મળવા આવશે. રાહુલ ગાંધી અમદાવાદમાં દોઢથી બે કલાક રોકાશે. આ ઉપરાંત કોંગ્રેસ ભવનના પાર્કિંગ પ્લોટમાં કાર્યકરોને સંબોધશે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિર જશે નહીં પણ પ્રદેશના નેતાઓ 4 વાગ્યે જગન્નાથ મંદિર જશે.

રાહુલ ગાંધીની વાતને લઈને પેટમાં તેલ રેડાયું છેઃ શક્તિસિંહ
શક્તિસિંહે વધુમાં કહ્યું કે, અમારા ધરપકડ કરાયેલા કાર્યકરોની રિમાન્ડ પૂરા થાય છે એટલે તેમને મળવાનો પ્રયત્ન કરશે. પરંતુ તેમને ના મળી શકાય તો તેમના પરિવારને મળવા જશે. આખા ગુજરાતમાંથી કોંગ્રેસના કાર્યકરોને બોલાવીને જેલ ભરો આંદોલન કરવાના હતા. પરંતુ અમારી ફરિયાદ નોંધાતા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. અમારી બંને ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી છે. પોલીસ સાથે અમારો સંઘર્ષ ના હોય અને રાહુલ ગાંધીએ કહ્યું છે ડરો મત,ડરાવો મત. ભાજપે રાહુલ ગાંધીના પ્રવચનના ટુકડા કરીને મોકલ્યા છે,આખું પ્રવચન સાંભળજો. રાહુલ ગાંધીની વાતને લઈને પેટમાં તેલ રેડાયું છે. અમારી દુકાન બંધ થશે તેવો ડર લાગ્યો છે. જગદગુરુ શંકરાચાર્યએ પણ પ્રશંસા કરી છે. હિન્દુ સંગઠનોએ વાતની પ્રશંસા કરી છે.

રાહુલ પોલીસે ધરપકડ કરી એ કોંગી કાર્યકરોને મળશે
2 જુલાઈએ રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો કોંગ્રેસ કચેરીએ વિરોધ કરવા આવ્યા હતા, એને લઈને કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે કોંગ્રેસ ઓફિસની બહાર જ ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણમાં બંને પક્ષે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં બંને પક્ષના કાર્યકરો અને પોલીસકર્મચારીઓને ઈજા પહોંચી હતી, જે બનાવ અંગે પોલીસે ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવમાં પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરની ધરપકડ કરી છે અને અનેકની સામે ફરિયાદ નોંધી છે. રાહુલ ગાંધી આ તમામ કાર્યકરોને મળશે.

રાહુલ જગન્નાથ મંદિરે દર્શન કરીને રથનું પૂજન કરશે
કોંગ્રેસ ભવન ખાતે થયેલા પથ્થરમારા કેસને લઈ હાલ અમદાવાદના એલિસબ્રિજ પોલીસની કસ્ટડીમાં કોંગ્રેસના પાંચ કાર્યકર છે, તેમને પણ એલિસબ્રિજ પોલીસ સ્ટેશને રાહુલ ગાંધી મળવા જઈ શકે છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં બનેલા રાજકોટ અગ્નિકાંડ, હરણી તળાવ દુર્ઘટના, મોરબીબ્રિજ દુર્ઘટના અને સુરત તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારનો સંપર્ક શરૂ કર્યો છે, જે પરિવાર અમદાવાદ આવવા ઈચ્છશે એ તમામને કોંગ્રેસ દ્વારા અમદાવાદ લાવવામાં આવશે. રાહુલ ગાંધી દુર્ઘટનાના પીડિત પરિવારોને પણ કોંગ્રેસ કાર્યાલય પર મળી શકશે છે. કોંગ્રેસ કાર્યાલય પર રાહુલ ગાંધી કાર્યકરોને પણ સંબોધવાના છે.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પહોંચ્યા
આવતીકાલે એટલે કે 6 જુલાઈના રોજ કોંગ્રેસનેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, કારણ કે સંસદમાં તેમના નિવેદન બાદ ગુજરાતમાં કોંગ્રેસ કાર્યાલય પાસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પથ્થરમારો કરવાની ઘટના બની હતી. એમાં અનેક લોકો ઘાયલ થયા છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. આ ઘટના બન્યા બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓને મળવા કાલે ગુજરાત ખાતે આવી રહ્યા છે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કેટલીક બાબતોને સ્પષ્ટ કરતી માહિતી આપી હતી. મુકુલ વાસનિકે સત્તાધારી દળ પર વિવિધ આક્ષેપ લગાવ્યા છે.

કોંગ્રેસ કાર્યાલય અને કાર્યકર્તાઓ ઉપર હુમલો કાયરતા
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટનાના પડઘા દિલ્હી સુધી પડ્યા છે, જેથી રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં સત્તાધારી પક્ષ કાયર છે એમ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ કાર્યાલય અને કાર્યકર્તાઓ ઉપર હુમલો એ કાયરતા છે. કોંગ્રેસને લાગતું હતું કે લોકસભાની ચૂંટણી બાદ ભાજપના કામ કરવામાં બદલાવ આવશે, પણ ભાજપની કાર્યપદ્ધતિમાં કોઈ બદલાવ આવ્યો નથી.

ગુજરાત કોંગ્રેસ પ્રભારીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાંથી મહાત્મા ગાંધીનો અહિંસાનો સંદેશ સમગ્ર દુનિયામાં ફેલાયો હતો ત્યાં હિંસાની રાજનીતિ થઈ રહી છે. આ બાબતે પ્રદેશ કમિટીએ રાહુલ ગાંધીને ગુજરાતમાં આમંત્રિત કર્યા છે. આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાહુલ ગાંધીના પ્રવાસની રૂપરેખા નક્કી થશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે અમારા કાર્યાલય પર હુમલો કરનારની ફરિયાદ લેવામાં આવી છે, પરંતુ અમારી ફરિયાદ લેવાઈ નથી. આ બાબત સ્પષ્ટ કરે છે કે સત્તાપક્ષને સાથ અપાઈ રહ્યો છે અને સત્તાધારી દળ કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com