વડાપ્રધાન મોદીએ દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનાં ઉપયોગ પર પ્રતિબંધ લાવવાનું અભિયાન શરૂ કર્યુ છે. ગત 15 ઓગષ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ પોતાનાં ભાષણમાં ભારતને પ્લાસ્ટીક પ્રદૂષણથી મુક્ત કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે 2 ઓક્ટોબરથી સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ લાદવાનાં સંકેત આપ્યા હતાં. હવે પીએમ મોદીએ પ્લાસ્ટીક સામે સત્તાવાર રીતે જંગ છેડ્યું છે. અહિં સવાલ એ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટીક શું છે અને તેનાં હેઠળ પ્લાસ્ટીકની કઇ પ્રોડક્ટ આવ છે. આવો તેનાં વિશે જાણીએ.
સિંગલ-યુઝ પ્લાસ્ટીક તેને કહેવાય જેને આપણે એક જ વખત ઉપયોગમાં લઇ શકીએ છીએ. રોજીંદા જીવનમાં પ્લાસ્ટીકની તમામ એવી પ્રોડક્ટસ જેને આણે માત્ર એક જ વખત ઉપયોગમાં લઇ શકીએ છીએ. આ પ્રકારનાં પ્લાસ્ટીકને સિંગલ યુઝ પ્લાસ્ટીક કહેવામાં આવે છે. જેને ડિસ્પોઝેબલ પ્લાસ્ટીક તરીકે પણ ઓળખવામાં આવે છે. સિંગલ-યુઝ પ્લાસ્ટીકની વાત કરીએ તો તેમાં પ્લાસ્ટીક બેગ, પ્લાસ્ટીકની બોટલ, સ્ટ્રો, કપ, પ્લેટ્સ, ફૂડ પેકેજીંગ જેવી ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટીકની વસ્તુઓનો, તેમજ ગિફ્ટ રેપર્સ અને કોફીનાં ડિસ્પોઝેબલ કપનો સમાવેશ થાય છે.
ભારતમાં સિંગલ પ્લાસ્ટીકનો યુઝ કરવામાં ઇ-કોમર્સ કંપનીઓ સૌથી વધુ આગળ છે. એક અનુમાન પ્રમાણે વાર્ષિક રીતે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીક પ્રોડક્ટમાં અંદાજીત 40 ટકા પ્લાસ્ટીકની જરૂર ઇ-કોમર્સ સેક્ટરમાં થાય છે. સસ્તી સ્માર્ટફોન કંપનીો સહિત ઇ-કોમર્સ કંપનીઓ કસ્ટમરને પોતાની પ્રોડક્ટની ડિલેવરી કરે છે તો તેમાં પ્લાસ્ટીકનો વધારે ઉપયોગ કરે છે. જો કે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓએ પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરવા માટે પહેલ કરી લીધી છે.
પીઓમ મોદીની પહેલ જોતા રેલવે મંત્રાલયે 2 ઓક્ટોબરથી સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. તેમજ સડક અને પરિવહન મંત્રાલય દ્વારા 11 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોમ્બર સુધી દેશભરનાં રાજમાર્ગો આસપાસ જમા થયેલો પ્લાસ્ટીક કચરો એકઠો કરવાનું અભિયાન ચલાવવાનું નક્કી કર્યુ છે. આ સાથે જ તમામ મંત્રાલયોમાં સિંગલ યુઝી પ્લાસ્ટીકનાં ઉપયોગ પર પાબંદી લગાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં સરકાર તરફથી સિંગલ યુઝ પ્લાસ્ટીક પ્રોડક્ટની યાદી બહાર પાડવામાં આવી શકે છે.આ પ્રોડક્ટનાં ઉપયોગ પર બૈન અને દંડની જોગવાઇ લાગુ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે દર વર્ષે 300 મિલિયન ટન પ્લાસ્ટીક પ્રોડયૂસ કરવામાં આવે છે. જેમાંથી 150 મિલિયન ટન પ્લાસ્ટીક સિંગલ-યુઝ હોય છે. એટલે કે આપણે આ પ્લાસ્ટીકનો એક વખત ઉપયોગ કરીને તેને ફેંકી દઇએ છીએ. સમગ્ર દુનિયામાં માત્ર 10થી13 ટકા પ્લાસ્ટીક જ રિસાયકલ કરવામાં આવે છે.