આસામમાં ભારે પૂરના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. વધતી નદીઓના કારણે લોકોને ઘર છોડવાની ફરજ પડી રહી છે. રાજ્યમાં સ્થિતિ એવી છે કે પૂરને કારણે 58 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 30 જિલ્લાઓમાં 24 લાખ લોકો પ્રભાવિત થયા છે.
વહેતી નદીઓના કારણે આસામમાં સેંકડો લોકોને ઘર છોડવાની ફરજ પડી રહી છે. રાજ્યમાં સ્થિતિ એવી છે કે પૂરને કારણે 58 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 30 જિલ્લાઓમાં 24 લાખ લોકો પ્રભાવિત થયા છે.આ દરમિયાન આસામમાં પૂરની સ્થિતિ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનું નિવેદન સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે પૂરના કારણે કાઝીરંગામાં મોટી સંખ્યામાં પ્રાણીઓના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) એ શનિવારે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં આસામમાં ભયાનક પૂરની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં 58 લોકોના જીવ લીધા છે. ASDMA અનુસાર શનિવારે વધુ છ લોકોએ જીવ ગુમાવ્યા છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક 52 થી વધીને 58 થઈ ગયો.