હવે કિસ કરવું પણ ભારે પડી શકે તેમ છે. કેમ કે વાયરસથી કિસ કરવાના કારણે બીમારી ફેલાઈ રહી છે. આ સંક્રમક બીમારી કિસિંગ ડિઝીઝ તરીકે ઓળખાય છે. તેના કારણે શરીરના અનેક અંગોને ભારે નુકશાન થઇ શકે છે. આ બીમારીના પેશન્ટ બ્રિટન સહિત અનેક દેશમાં જોવા મળ્યા છે. આજે તે બીમારીના લક્ષણ અને કારણ જાણવાનો પ્રયાસ કરીશું.
કિસિંગ ડિઝીઝ એટલે શું?
આ બીમારી એપસ્ટીન બર્ર નામના વાયરસથી ફેલાય છે. જે વ્યક્તિને આ બીમારી થઈ હોય તેની લાળ મારફતે પછી બીજા વ્યક્તિમાં ફેલાય છે. કિસ કરવાના કારણે, એક ગ્લાસમાં પાણી પીવાથી, એક ચમચીથી ખાવાનું ખાવાથી, એક જ સ્ટ્રો વડે ડ્રિંક પીવાથી કે પછી એક જ સિગરેટ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પીવાથી આ બીમારી ફેલાય છે.
કિસિંગ ડિઝીઝની સૌથી વધુ અસર લિવર પર પડે છે. તેનો વાયરસ લિવર પર અટેક કરે છે. તેના કારણે લિવર ફેલિયર અને હેપીટાઈટિઝસનો ખતરો પણ રહે છે. આના કારણે ડૉક્ટર્સ કેટલીક સાવધાની રાખવાનું કહે છે. જો તમે હાઈજીનનો ખયાલ રાખો છો તો બીમારીથી બચી શકાય છે.
આ વાયરસ એક વ્યક્તિમાંથી જ્યારે બીજા વ્યક્તિમાં આવે છે ત્યારે સૌથી પહેલી અસર ગળામાં દેખાય છે. જેમાં ખાંસી આવવી, ગળું છોલાવાનો એહસાસ થાય છે. પછી ગળામાં દુઃખાવાનું શરૂ થાય છે અને તેને ગ્લેડુંઅર તાવ આવી જાય છે. આ પેશન્ટને ઉલ્ટી પણ આવે છે અને પરસેવો પણ વળે છે.
આ તાવમાં ગળાની ગ્રંથી સુજાઈ પણ જાય છે. કીસિંગ ડિઝીઝમાં માથામાં અને શરીરમાં દુઃખાવો થાય છે. ભૂખ પણ મરી જાય છે. આ સિવાય લિવરમાં પણ પેઈન થાય છે. અને બોડી પર રેશેજ જોવા મળે છે. આ બીમારીને એટલા માટે કિસિંગ ડિઝીઝ કહેવાય છે કારણ કે તે માણસની લાળથી ફેલાય છે.