ભયાનક અકસ્માત, પેસેન્જરો કુદરતી સોંદર્ય કેમેરામાં કેદ કરી રહ્યા હતા અને બસ ખીણમાં ખાબકી

Spread the love

મહારાષ્ટ્રમાં નાસિકમાં રવિવારે એક ભયાનક અકસ્માત થયો હતો. સાપુતારા ઘાટ પર એક ખાનગી બસ સુરત જઈ રહી હતી. ત્યારે ડ્રાઇવરે રસ્તામાં બસ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બસ ઉંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા હતા અને અન્ય એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થયો હતો. હવે આ અકસ્માતનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ વિડીયોમાં બસમાં બેઠેલા એક મુસાફર સાપુતારા ઘાટના પ્રાકૃતિક સૌંદર્યને પોતાના ફોનથી પ્રવાસની સોનેરી યાદો તરીકે રેકોર્ડ કરી રહ્યા છે. આ દરમિયાન આ અકસ્માત થાય છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બસ કેવી રીતે ખાડામાં પડી. બસ અકસ્માતના આ વીડિયોમાં ચીસો સ્પષ્ટ સંભળાય છે.

શરૂઆતમાં તો વીડિયોમાં બધું જ સામાન્ય દેખાય છે. અચાનક સામે એક વળાંક આવે છે. આ સમયે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ સીધી ખાડામાં પડે છે. જે પ્રવાસી સાપુતારા ઘાટના પ્રાકૃતિક સૌંદર્યને પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી રહ્યો હતો. તે પણ પડવા લાગે છે. આ ક્રમમાં પેસેન્જરના હાથમાંથી ફોન પડી જાય છે. અચાનક અંધારું થઈ જાય છે અને લોકોની ચીસો સંભળાવા લાગે છે.

એવું કહેવાય છે કે જ્યાં બસ અકસ્માતનો ભોગ બની હતી ત્યાં વહીવટીતંત્રે ચેતવણીનું બોર્ડ પણ લગાવ્યું છે. આ સ્થળે વાહન ચાલકોએ ખૂબ જ સાવધાનીથી યુ-ટર્ન લેવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com