ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે કર્મચારીઓના એચઆરએમાં વધારો કરવા વિચારણા કરી રહી છે

Spread the love

હાલ ગુજરાત સરકાર ફટાફટ નિર્ણયો કરવા લાગી છે. 3 જુલાઈ, 2024ના રોજ 24,700 શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યા બાદ 4 જુલાઈએ સરકારી કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. આ નિર્ણય બાદ હવે રાજ્ય સરકારના કર્મચારીઓને વધુ એક ભેટ મળે એવી શક્યતા છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે કર્મચારીઓના એચઆરએમાં વધારો કરવા વિચારણા કરી રહી છે. આ પહેલા રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘે પણ સરકાર સમક્ષ લેખિતમાં માંગ કરી હતી. આ અંગે નક્કર વિચારણાં બાદ સરકાર કર્મચારીલક્ષી પગલાં ભરે એવી શક્યતા છે.

ગત 4 જુલાઈ 2024ના રોજ રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી હતી. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.આમ, આ નિર્ણયનો લાભ 9.44 લાખ પેન્શનર્સ-કર્મચારીને લાભ થશે.

મોંઘવારી ભથ્થાની 6 માસની, એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપતામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તદનુસાર, જાન્યુઆરી-2024 તથા ફેબ્રુઆરી-2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ-2024ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-2024ની તફાવતની રકમ ઓગસ્ટ-2024ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે.

રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com