ગાંધીનગરમાં ક્યાં ક્યાંથી ચેઈન લૂંટાયા?, પોલીસે બે શખ્સોને ઝડપી લઈ ભેદ ઉકેલાયો

Spread the love

ગાંધીનગર સહિતના જિલ્લામા તોફાની કાનૂડો લખેલ બાઈક લઈને સોનાના દોરા તોડી તરખાટ મચાવનાર બે પૈકી પેથાપુરનાં એક રીઢા ચેઈન સ્નેચરને સેક્ટર – 7 પોલીસે ઝડપી લઈ આઠ ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચેઇન સ્નેચીંગનાં ગુના આચરીને ચોરીનો મુદામાલ સેકટર – 24 નો ઝણકાર જ્વેલર્સ ખરીદી લેતો હોવાનું બહાર આવતા પોલીસે જ્વેલર્સની પણ ધરપકડ કરી અન્ય એક વોન્ટેડ ચોરને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાના છેલ્લા ઘણા વખતથી ચેઈન સ્નેચીંગનાં ગુનાઓનું પ્રમાણ વધી જતાં રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ તાબાનાં અધિકારીઓને ચેઇન સ્નેચીંગ તથા બેગ લીફ્ટીંગના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા અસરકારક એક્શનપ્લાન બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામા આવેલી છે. જે અન્વયે સેકટર – 7 પોલીસ મથકના પીઆઈ બી બી ગોયલનાં નેતૃત્વ હેઠળ ચેઇન સ્નેચીંગનાં અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજની ચકાસણીની સાથે હ્યુમન સોર્સીસને પણ એક્ટિવ કરવામાં આવ્યા હતા. દરમ્યાન બે ઈસમો તોફાની કાનૂડો લખેલ બાઈક ઉપર જતાં સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા હતા. જેનાં પગલે પોલીસે બંનેની ઓળખ પ્રસ્થાપિત કરવાની દિશામાં ઘનિષ્ઠ તપાસ આદરી હતી.

આ દરમ્યાન પીએસઆઇ આરતી અનુરકર સહિતની ટીમે મળેલ બાતમીના આધારે સેકટર – 15 વિસ્તારમાં ફરતાં રહીમ ઉર્ફે ભુરો મહમંદ હસેન ખોખરને (રહે.પેથાપુર સંજરીપાર્ક છાપરા ગાંધીનગર) દબોચી લેવામાં આવ્યો હતો. જેની પાસેથી રૂ. 1.97 લાખથી વધુના દાગીના મળી આવતાં પોલીસે કડકાઈથી પૂછતાંછ શરૂ કરી હતી. જેનાં પગલે રહીમે તેના સાગરિત ઇમરાનશા યાસીનશા દિવાન (રહે. જુહાપુરા) સાથે મળીને સેકટર – 21, સેકટર – 7, અડાલજ, ચીલોડા, હિંમતનગર શહેર તેમજ વડનગર મળીને કુલ. 8 ગુના આચર્યાની કબૂલાત કરી હતી.

જ્યારે ચેઈન સ્નેચીંગ ચોરીનો મુદ્દામાલ સેકટર – 24 ઝણકાર જવેલર્સનાં પાર્થ વિજયભાઇ જયસ્વાલ (રહે. સેકટર – 24, ડબલ ડેકર, મકાન નંબર – 91) ને વેચી માર્યાની પણ કેફિયત વર્ણવી હતી. જેથી કરીને પોલીસે જ્વેલર્સ પાર્થ જયસ્વાલની પણ ધરપકડ કરી લીધી છે. આ અંગે સેકટર – 7 પોલીસે જણાવ્યું કે, બંને રીઢા ચેઈન સ્નેચરોએ આચરેલ આઠ ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.

પેથાપુરનાં રીઢા ચેઈન સ્નેચર રહીમ ઉર્ફે ભૂરો વિરુદ્ધ સેકટર – 7, 21, ચીલોડા, દહેગામ, માણસા, વિસનગર અને કડી પોલીસ મથકમાં ગુજસીટોક, પ્રોહીબીશન, ચોરીના ગંભીર ગુના નોંધાયેલા છે. આ અગાઉ પણ રહીમ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. પરંતુ જેલમાંથી છૂટીને રહીમ ગુનાહિત પ્રવૃતિઓ આચરતો રહેતો હતો. જેની ધરપકડ કરી વોન્ટેડ આરોપી ઇમરાનશા દિવાનને પણ પકડી લેવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com