બોપલ-ઘુમાના રહીશો નગરપાલિકાને ૨૪૪૪/- રુપિયાનો મિલકત વેરો ચુકવતા હતા અને AMC ત્રણ ગણો વેરો ૭૪૨૦ રુપિયા વસુલે છે : AMC સામાન્ય કર/મિલકત વેરો ઉપરાંત યુઝર્સ ચાર્જ અને ઈ.આઈ.ચાર્ઝના નામે જનતાને લુટે છે : મનહર પટેલ
અમદાવાદ
ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલે જણાવ્યું હતું કે બોપલ-ઘુમા નગરપાલિકાએ ૨૦૧૯-૨૦૨૦ નો છેલ્લો મિલકત વેરો વસુલ કરેલ અને ત્યારબાદ બોપલ-ઘુમા નગરપાલીકા વિસ્તાર અમદાવાદ મહાનગરપાલિકામા વિલિનિકરણ થયેલ.એટલે બોપલ-ઘુમા વિસ્તારમા ટીપી પડવાથી સ્થાનિક રહીશોને પાયાની સુવિધા તેમજ હયાત સુવિધા ઉપરાંત વિશેષ સુવિધાની મોટી અપેક્ષા હતી, પરંતુ આજે આ તમામ વિસ્તારમા બિસ્માર રોડ,રોડ ઉપર ભુવાઓ,ખુલ્લા ગટરના ઢાંકણા, ત્રાસા ઇલે.પોલ ઉપર ઢીલા તાર,ગટરની કે અન્ય ગંદકી અને કચરાના ઢગ, રસ્તાની બન્ને બાજુ લાગેલા આડેધાડ સાયન બોર્ડ અને ટ્રાફિક સમસ્યાના મુદ્દાથી બોપલ-ઘુમા વિસ્તારની જનતા ત્રસ્ત જોવા છે.અને AMC ના તગડા મિલકત વેરા ભોગવે છે.બોપલ-ઘુમા ગામની સીમની ટીપી પડી તે પહેલાનો બોપલ-ઘુમા ગામની હદમા આવતો જુનો એટલે કે ૨૦૧૯-૨૦ પહેલાનો રહેણાંક વિસ્તાર જે પહેલા ગ્રામ પંચાયત અને ત્યાર બાદ નગરપાલિકાના નિયંત્રણ નીચે હતો જે આજે બદથી બદતર છે, તેઓ માટે તો અમદાવાદ મહાનગરપાલિકાનો દરજ્જો માત્ર તગડો મિલકત વેરો ભરવા માટે જ મળ્યો તેવી હાલત છે. બોપલ-ઘુમાના રહીશો નગરપાલિકાને ૨૪૪૪/- રુપિયાનો મિલકત વેરો ચુકવતા હતા અને આજે AMC ત્રણ ગણો વેરો (૭૪૨૦/- રુપિયા) વસુલે છે,વધારામા બોપલ-ઘુમાના રહીશો AMC તગડા સામાન્ય કર/મિલકત વેરો ઉપરાંત યુઝર્સ ચાર્જ અને ઈ આઈ ચાર્ઝના નામે જનતાની ઉઘાડી લુટ કરી રહી છે.ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા શ્રી મનહર પટેલે અમદાવાદ મહાનગરના બોપલ-ઘુમાના રહીશો માટે માંગ કરી છે કે બોપલ-ઘુમા વિસ્તાર અમદાવાદ મહાનગર (AMC) નીચે આવ્યો છતાં પાયાની સુવિધાથી વંચિત છે તે ખામી ખરાબી દુર કરવામા આવે.અમદાવાદ મહાનગરમા સામેલ થયેલ સુવિધાથી સંપુર્ણ વંચિત બોપલ-ઘુમા વિસ્તારની મિલકતો ઉપર નાખેલ તગડા મિલકત વેરા AMC પરત ખેચે.