ગુજરાત પ્રદેશ NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી અને ઘણા બઘા NSUI નાઆગેવાનોની પોલીસ દ્વારા અટકાયત
અમદાવાદ
ગુજરાત પ્રદેશ NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના વિધાર્થીઓને ઉંચી ફી ચૂકવી અભ્યાસ અર્થે રાજ્ય બહાર જવું ના પડે તે હેતુથી સરકારે 2010માં અંદાજે 8,500 કરોડના કેપીટલ ખર્ચે 13 જિલ્લામાં MBBS તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે GMERS મેડિકલ કોલેજ શરૂ કરી હતી.
પરંતુ ગત તારીખ 28મી જૂને રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલીત 13 મેડિકલ કોલેજની ફ્રીસમાં રાતોરાત વધારો કરી દીધો હતો. આ એ બાબત દર્શાવે છે કે શિક્ષણની મોટી મોટી વાતો કરતી વર્તમાન સરકારને વિધાર્થીના ભવિષ્યની કોઈ પણ જાતની ચિંતા નથી. આ કી વધારામાં GMERS મેડિકલ કોલેજના સરકારી કોટાની વાર્ષીક ફ્રીસ 3.30 લાખથી વધારી 5.50 લાખ કરી, જ્યારે મેનેજમેન્ટ કોટાની વાર્ષીક ફીસ 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષીક ફીસ 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો છે.એક તરફ ચાલુ વર્ષ દરમિયાન NEET પરીક્ષામાં થયેલ ગેરરીતિઓને કારણે જે કટ ઓફ ઘણું ઊચું ગયું છે એનો ન્યાય હજુ સુધી વિધ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં આ ફ્રી વધારો જખમ પર નમક નું કામ કરે છે. એક તો આજના સમય પ્રમાણે ડોકટોરી ની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડૉક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે છે.આ અંગે આજ ગુજરાતમાં જે GMERS મેડિકલ કોલેજ દ્વારા ફી વધારો કરવામાં આવ્યો તેના ભાગરૂપે સમગ્ર ગુજરાત મા NSUI દ્વારા GMERS કોલેજમાં વિરોધનો કાર્યક્રમ હતો તેના ભાગરૂપે જુનાગઢ, મોરબી,અમદાવાદ ,બરોડા, પાટણ, નર્મદા રાજપીપળા, ગાંધીનગર, વિવિધ GMERS કોલેજ ખાતે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યું જેમાં મોરબી ખાતે ગુજરાત પ્રદેશ NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી અને ઘણા બઘા NSUI નાઆગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.