અમદાવાદ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 508 કિ.મી.ના લાઇનદોરી સાથે 12 સ્ટેશનોને આવરી લેશે. ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપીથી શરૂ થતાં આઠ (08) સ્ટેશનો અને મહારાષ્ટ્રમાં ચાર (04) એટલે કે બોઇસર, વિરાર, થાણે અને મુંબઇથી શરૂ થશે.લાઇનદોરીની સાથે બુલેટ ટ્રેન સ્ટેશનો પર નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે.
ગુજરાતના તમામ ૮ સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુપરસ્ટ્રકચરનું નિર્માણ અદ્યતન તબક્કે છે.કોરિડોર પરના સ્ટેશનોમાં મુસાફરો માટે તમામ આધુનિક અને અદ્યતન સુવિધાઓ અને સગવડો હશે. અહીં ટિકિટિંગ અને પ્રતિક્ષા વિભાગ, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, રેસ્ટરૂમ્સ, ધુમ્રપાન ઓરડો, માહિતી કેન્દ્ર, રિટેલ કેન્દ્ર અને જનતા માટે માહિતી અને જાહેરાત વ્યવસ્થા હશે. તદુપરાંત, કેટલાક સ્ટેશનોને પરિવહનના તમામ મૂળભૂત માધ્યમો સાથે સંકલન કરીને પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે, રિક્ષા, બસ અને ટેક્સીઓ જેવા પરિવહનના તમામ મૂળભૂત માધ્યમોના સંકલન દ્વારા સ્ટેશન પર આવવા-જવા માટે વધુ સારી, ઝડપી અને મુશ્કેલી-મુક્ત જોડાણ આપવામાં આવશે. ગુજરાતમાં સ્ટેશનોની પ્રગતિ :
બુલેટ ટ્રેન સ્ટેશન કોન્કોર્સ સ્તરનો સ્લેબ રેલ સ્તરનો સ્લેબ ટિપ્પણીઓ
વાપી 425 મી 425 મી સમાપ્ત
બીલીમોરા 425 મી 425 મી સમાપ્ત
સુરત 450 મી 450 મી સમાપ્ત
ભરૂચ 425 મી 425 મી
425 મીટરમાંથી 350 મીટર પૂર્ણ થયું
વડોદરા 425 મી 425 મી
પ્રથમ માળના સ્લેબનું કાસ્ટિંગ કામ ચાલુ છે.
આણંદ 425 મી 425 મી સમાપ્ત
અમદાવાદ 435 મી 435 મી સમાપ્ત
સાબરમતી 425 મી 425 મી
પ્રથમ માળ: તમામ 9 સ્લેબ પૂર્ણ થયા, કોન્કોર્સઃ 9 સ્લેબમાંથી 3 સ્લેબ પૂર્ણ થયા.