આ ઘડીમાં બોર્ડ ગાયકવાડના પરિવારની પડખે છે અને ગાયકવાડના ઝડપી સ્વસ્થ થવા માટે જે પણ જરૂરી છે તે કરશે : બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ
અંશુમનને સારવાર માટે પૈસાની મદદ કરવા 1983 વર્લ્ડકપ વિજેતા કેપ્ટન કપિલદેવે BCCIને મદદ માટે અપીલ પણ કરી હતી.
અમદાવાદ
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને કોચ રહી ચૂકેલા વડોદરાના અંશુમન ગાયકવાડને બ્લડ કેન્સર છે. લંડનની કિંગ્સ કોલેજમાં અંશુમનની સારવાર ચાલી રહી છે.
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ભારતના દિગ્ગજ ક્રિકેટર અંશુમન ગાયકવાડ કે જેઓ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે તેમને નાણાકીય સહાય પૂરી પાડવા માટે તાત્કાલિક અસરથી 1 કરોડ રૂપિયા રિલીઝ કરવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને સૂચના આપી હતી.શાહે ગાયકવાડના પરિવાર સાથે પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા અને ટેકો આપવા માટે વાત કરી છે.સંકટની આ ઘડીમાં બોર્ડ ગાયકવાડના પરિવારની પડખે છે અને ગાયકવાડના ઝડપી સ્વસ્થ થવા માટે જે પણ જરૂરી છે તે કરશે.BCCI ગાયકવાડની સ્વાસ્થ્ય પર નજર રાખશે અને અમને વિશ્વાસ છે કે તેઓ આ તબક્કામાંથી મજબૂત રીતે બહાર આવશે. અંશુમનને સારવાર માટે પૈસાની મદદ કરવા 1983 વર્લ્ડકપ વિજેતા કેપ્ટન કપિલદેવે BCCIને મદદ માટે અપીલ પણ કરી હતી.