ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને અનેક વખત સવાલો ઉઠી રહ્યાં છે. ખાસ કરીને નાની બાળકીઓ બાબતે આ પ્રકારના કેસ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં આ પ્રકારના કેસમાં ઉલટી ગંગા જોવા મળી છે. આપણા સમાજમાં હવે નાન છોકરાઓ પણ સલામત નથી. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેણે કહ્યું છે કે, તેની પત્નીની બે મિત્રોએ 2019 અને 2022 વચ્ચે તેના 16 વર્ષના પુત્રની વારંવાર છેડતી કરી હતી.
ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પુત્રએ તેની સાથે વારંવાર કરવામાં આવેલી છેડતીના ઘટના ક્રમનું વર્ણન કરતો વીડિયો શૂટ કર્યો હતો. ફરિયાદી અને તેની પત્ની અલગ રહેતા હતા અને તેમની છૂટાછેડાની અરજી પેન્ડિંગ છે. ફરિયાદી હાલમાં તેના પુત્ર અને પુત્રી (20)ના કસ્ટોડિયન છે. ફરિયાદીનો પુત્ર, જે ધોરણ 12નો વિદ્યાર્થી હતો તેણે પિતાને 2022 માં શું થયું હતું તે જણાવ્યું હતું જ્યારે તેને જાણ કરવામાં આવી કે તેની માતા તેની કસ્ટડી માંગી રહી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના પુત્રએ તરત જ કહ્યું હતું કે તે તેની માતા સાથે જવા માંગતો નથી પરંતુ તેણે તેનું કારણ જણાવ્યું નથી.
ફરિયાદીએ કહ્યું હતું કે, 31 મે, 2022 ના રોજ, મેં મારા પુત્રને કસ્ટડી કેસ વિશે જાણ કરી અને તે નારાજ થઈ ગયો. બીજા દિવસે, મારા પુત્રએ મને એક વિડીયો મોકલ્યો જેમાં તે રડતો હતો અને કહેતો હતો કે તે તેની માતા પાસે જવા માંગતો નથી કારણ કે જ્યારે તેની માતા તેને તેની બે મિત્રોના ઘરે છોડીને જાય છે ત્યારે તેઓ તેને તેના કપડાં ઉતારીને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવા માટે દબાણ કરતા હતાં. ફરિયાદીએ જણાવ્યું કે જ્યારે તેણે તેના પુત્ર સાથે આ બાબતે ચર્ચા કરી, ત્યારે તેણે કહ્યું કે જ્યારે તે 2019માં 11 વર્ષનો હતો. ત્યારે તેની માતા તેને પહેલીવાર મિત્રોના ઘરે વિદેશી પક્ષીઓ જોવા માટે લઈ ગઈ હતી. જ્યાં બંને મહિલાઓએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.
બંને મહિલાઓએ ધમકી આપી હતી કે જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તેનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા અને તેના સ્કૂલના ગ્રુપમાં શેર કરી દેશે. બાળકના પિતાએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં ફરિયાદની અરજી કરી હતી. વસ્ત્રાપુર પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેણે આ અંગે કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસમાં મેમનગરની રહેવાસી બે મહિલાઓમાંથી એકની પણ ધરપકડ કરાઈ નથી.