ત્રણ જુથની સત્તાની સાઠમારીમાં નિતીન ભાઇનું દુ:ખ અને વ્યથા સમજી શકાય : મનીષ દોષી

Spread the love

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાહુલ ગાંધીના ગુજરાત પર ફોકસ વધ્યા બાદ હવે કોંગ્રેસ ફરી સજીવન થયું છે. કોંગ્રેસમાં કેવુ પરિવર્તન આવશે તે તો સમય આવ્યે ખબર પડશે, પરંતું રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતમાં કોંગ્રેસમાં રેસના ઘોડા અને લગ્નના ઘોડાને લઈને નિવેદન આપ્યું હતું.

જેનો આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો હતો. ત્યારે હવે કોંગ્રેસે નીતિન પટેલને વળતો જવાબ આપ્યો છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી રાજકીય ફટકાબાજી કરી છે..મહેસાણામાં એક કાર્યક્રમમાં નીતિન પટેલનો આગવો અંદાજ જોવા મળ્યો…જેમાં તેમણે રાહુલ ગાંધીના પક્ષમાં બે પ્રકારના ઘોડા હોય છે તે નિવેદન પર કટાક્ષ કર્યો…નીતિન પટેલે કહ્યું કે, ભાજપ પાસે હરીભાઈ જેવા રેસમાં દોડનાર ઘોડા જ છે..સાથે જ નીતિન પટેલે કહ્યું કે, કોઈના ઘરે લગ્ન હોય કે, કોઈની ઈચ્છા હોય કે નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને બોલાવી દેજો.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું કે, ભાજપમાં હાલ કુલ ત્રણ જુથ કાર્યકર એક જુથ પાયાના વર્ષો જુના કાર્યકરોનું જે સતત અપમાન અને અવગણના સહન કરે છે. બીજી જુથ સંત્રી અને મંત્રીનું લાભાર્થી જુથ છે જે કોન્ટ્રાક્ટ, ખનીજ ચોરી બદલી બઢતી અને તેમાં મલાઈ ખાવાનું કામ કરે છે. ત્રીજુ જુથ પક્ષ પલટુઓનું જુથ છે, જે સીધું સત્તામાં આવીને મજા કરે છે. ત્રણ જુથની સત્તાની સાઠમારીમાં નિતીન ભાઇની દુખ અને વ્યથા સમજી શકાય અમને તેમના માટે સહાનુભુતી છે. તેમની સાથે જે વ્યવહાર થઇ રહ્યો છે તે દુખદ છે.

તેમણે આગળ કહ્યું કે, ભાજપાની નીતિ હંમેશા જુના અને પાયાના લોકોની અવગણના અને અપમાન કરવાની રહી છે. રાષ્ટ્રીય સ્તરે અડવાણી અને મુરલી મનોહર જોષીનું અપમાન અને ગુજરાતમાં નિતીન ભાઈય જાહેર કાર્યક્રમમાં નીતિનભાઇની વ્યથા બહાર આવી છે. નીતિનભાઇએ રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટને ક્વોટ કર્યું છે. નીતિનભાઈ જાણે છે કે ભાજપામાં તેઓ કોરાણે મૂકાયા છે. નવા લોકોને મંત્રી અને સાહેબ કહેવા પડે નમસ્તે મંત્રી કહેવું પડે છે. વધુ પડતા પક્ષ પલટુઓને જે સ્થાન મળ્યું છે તે સત્તા ભોગવે છે, તેની સામે તેમનો છુપો આક્રોશ છે. કોંગ્રેસમા નેતાઓએ ખુરશી મળે છે તો નીતિનભાઈ જાહેર કરે કે તે નાચવા વાળા ઘોડા છે કે કેમ.

એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ‘હું તેમને કહેવા માંગું છું કે, ભારતીય જનતા પાર્ટી પાસે ફક્તને ફક્ત રેસમાં દોડનારા ઘોડા છે.’ તેમણે કહ્યું કે, ‘કોઈનાં ઘરે લગ્ન હોય, કોઈની ઈચ્છા હોય કે આપણે નાચનારા ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોઈને બોલાવી દેજો… નોચતો ઘોડો આઇ જશે…’ જણાવી દઈએ કે નીતિન પટેલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે અને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com