લોક રક્ષક દળ એલઆરડીના વેઇટિંગ લિસ્ટમાં અન્યાય થયેલા બહેનોના પ્રતિનિધિ મંડળે અમિત ચાવડા અને  હેમાંગ રાવલની મુલાકાત કરીને આવેદનપત્ર આપ્યું

Spread the love

જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આગામી દિવસોમાં અમારા ન્યાયિક પ્રશ્નોનું નિરાકરણ કરીને અમને નોકરી નહીં આપે તો વિરોધ પ્રદર્શન સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે. : એલ.આર.ડી પ્રતિનિધિ મંડળ

ગાંધીનગર

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ને આવેદનપત્ર આપીને ઉમેદવાર બહેનોના પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વર્ષ-૨૦૧૮માં લોકરક્ષકની ૬૧૮૯ જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. ત્યારબાદ સરકાર દ્વારા બીજી ૩૫૩૪ જગ્યાઓ વધારીએ ૯૭૧૩ જગ્યાઓ ભરવા માટે સરકારી પરીપત્ર અને નોટીફિકેશન મુજબ મહિલા ૩૩ ટકા એટલે કે ૧૧૬૩ જગ્યાઓ અને પુરુષો ૬૭ ટકા એટલે કે ૨૩૬૧ જગ્યાઓ કરીને કુલ ૯૭૧૩ જગ્યાઓ ભરવા માટેની જાહેરાત કરવામાં આવેલ હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહિલાની જગ્યામાં વધારો કરીને ફાઇનલ મહિલા રીઝલ્ટ ૦૮/૦૫/૨૦૨૦ ના રોજ જાહેર કરેલ. ત્યારબાદ માન.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તા.૨૨/૦૪/૨૦૨૨ ના વિડીયો કોન્ફરન્સ થી LRD વર્ષ-૨૦૧૮-૧૯ ના ૨૦% વેઇટીંગ લીસ્ટની જાહેરાત કરવામાં આવી જેમાં ૧૧૧૨ મહિલા ઉમેદવાર તથા ૧૩૨૭ પુરૂષ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. અને તા.૨૮/૦૭/૨૦૨૨ ના રોજ ૧૧૧૨ મહિલા ઉમેદવાર તથા ૧૩૨૭ પુરૂષ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફિકેશન પણ કરેલ અને કહેલ કે તમને જલદી નોકરી માટે બોલાવી લેવામાં આવશે.જે અંગેની માહિતી લોકરક્ષક ભરતીબોર્ડ ની વેબસાઈટ પર મુકવામાં આવશે.

પરંતુ આ ઉમેદવારોને આજદિન સુધી નોકરી આપેલ નથી.અને ખાનગી રીતે ૧૪૭ મહિલા ઉમેદવાર અને ૨૧૨ પુરુષ ઉમેદવારને લીધેલ છે. જેથી તેઓને LRD વર્ષ-૨૦૧૮-૧૯ ના ૨૦% વેઇટીંગ લીસ્ટના જુદા-જુદા જિલ્લાની તમામ મહિલા ઉમેદવારો તથા પુરુષ ઉમેદવારની નિમણૂક બાબતે થયેલ અન્યાય માટે ન્યાય મેળવવા તેઓએ તા.૦૯/૦૮/૨૦૨૨ ના રોજ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરતા ૫૬ બેહનો અને ૨૩ ભાઈઓને તેમના પરિવારને જાણ કર્યા વિના સૂર્યાસ્ત પછી કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી વગર સેન્ટ્રલ જેલ ખાતે ૫ દિવસ સુધી ગોંધી રાખવામાં આવેલ. તેમ છતાં આજદિન સુધી તેઓને આજ સુધી કોઈ ન્યાય મળેલ નથી. તેમજ માન.ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી દ્વારા આ બાબતે કોઇપણ પ્રકારનો સંતોષકારક જવાબ પણ આપવામાં આવેલ નથી. માન.ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ તા.૨૨/૦૪/૨૦૨૨ ના રોજ જાહેરમાં નિવેદન આપેલ છે કે, LRD વર્ષ-૨૦૧૮-૧૯ ના ૨૦% વેઇટીંગ લીસ્ટવાળા તમામ ઉમેદવારોને ટૂક સમયમાં નિમણૂક આપવામાં આવશે અને અમારી પાસે જગ્યાઓની પણ વ્યવાસ્થા છે. જેથી તમામ ઉમેદવારોને મીઠાઈ ખવડાવીને બાધા તોડાવી પારણાં કરાવી અભિંનંદન પણ આપ્યા હતા. આ ઉમેદવારોએ ગુજરાત સરકારમાં વારંવાર રજુઆતો કરેલ છે. ઉમેદવારોએ વડાપ્રધાનશ્રીને પણ રજુઆત કરેલ છે, મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરેલ છે, રાજ્યપાલશ્રીને રજુઆત કરેલ છે અને વિધાનસભા અધ્યક્ષશ્રી મહોદયને પણ રજુઆત કરેલ હતી પરંતુ દરેક જગ્યાએ માત્રને માત્ર ઠાલા વચનો આપવામાં આવેલ છે.એલઆરડી પ્રતિનિધિ મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આગામી દિવસોમાં અમારા ન્યાયિક પ્રશ્નોનું નિરાકરણ કરીને અમને નોકરી નહીં આપે તો વિરોધ પ્રદર્શન સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com