GJ-18 મનપા દ્વારા દબાણ હટાવો ની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે ફક્ત ટાર્ગેટ લાદી ગલ્લા એવા શ્રમજીવીઓ જેઓ રોજબરોજનું લઈને ખાતા હોય તેવા લોકોના દબાણો હટાવવા નહીં પણ તોડફોડ, ભાંગફોડ પ્રવૃતિ વધી ગઈ છે, ત્યારે દબાણો હટાવવાની અને લારી ગલ્લાઓ દબાણ શાખા પોતે ઉપાડીને લઈ જઇ શકે, દંડની જોગવાઈ હોય તો દંડ ભરીને છોડાવી શકે, પણ આ શું? બેરોજગારોની રોજગારી પર દબાણ કે તરાપ? નાની મોટી ઉછીની લાવીને મૂડીમાં ધંધો કરવાવાળા સમજીવીઓના ગલ્લા લારીઓ તોડી નાખવી એ કયાનો ન્યાય કહી શકાય,
GJ-18 મનપા દ્વારા જે દબાણ હટાવો ઝુંબેશમાં લારી ગલ્લા JCB થી ઉપાડીને તથા સ્ટાફ દ્વારા ઉઠાવીને મૂક્યા બાદ જે તે જગ્યાએ લારીગલ્લા સહી સલામત નહીં પણ તોડફોડ કરવાના આશયથી ગાડીમાંથી પછાડીને મૂકવામાં આવતા લારી ,ગલ્લા ભૂકો થઈ જાય છે, ત્યારે તંત્રને કમિશનર તથા મેયર દ્વારા કોઈની રોજગારી તો છીનવાઈ છે ,પણ નિયમો અનુસાર દબાણોમાં ગલ્લા લઈ જાવ પણ તોડો તો નહીં,
બોક્સ
શહેરમાં દબાણ હટાવો ની ઝુંબેશ જોવા જઈએ તો સુરસુરિયા જેવી જ છે ,પાકા દબાણોને ખો… લારી ગલ્લાઓને ઘો… જેવો ઘાટ છે, બેરોજગારો નાની રેકડી કરીને ધંધો કરતા હોય અને દબાણમાં લારી ગલ્લા લઈ જાય તેનો વાંધો નથી ,પણ તોડફોડ અને ભાંગફોડ પ્રવૃત્તિ કેટલી યોગ્ય છે, જુઓ તસવીરમાં.. JCB થી જે લારી ગલ્લો તોડ્યો, આની નુકસાની કોણ આપશે? જે જગ્યાએ લારી ગલ્લા જમા કરવામાં આવે છે, ત્યાં મોટાભાગના તોડફોડ કરેલ હોવાથી ઘણા તૂટી ગયા છે.