GJ-18 હવે સૌરાષ્ટ્ર લોબીનો દબદબો વધી રહ્યો છે, વણેલ ગાંઠીયા, ભજીયા ટિક્કી, થી લઈને તમામ સૌરાષ્ટ્રની ચીજ વસ્તુઓ અહીંયા વેચવા અને વેપાર કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે, GJ-18 બન્યું હવે “મીની સૌરાષ્ટ્ર”, એવું કાઠીયાવાડ કહી શકાય, GJ-18ના દરેક રોડ, રસ્તા પર રેકડીઓ મોટેભાગે મીની કાઠિયાવાડ એવા સૌરાષ્ટ્રની વધારે દેખાઈ રહી છે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેથી લઈને GJ-18 શહેરમાં ૧૦ લારી, ગલ્લા દુકાનોમાંથી ૫ જેટલી સૌરાષ્ટ્ર લોબીની જોવા મળી રહી છે , સૌરાષ્ટ્રમાં ભાવ મળતો નથી, અહીંયા તગડો ભાવ લેવાય છે, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, જેવા વિસ્તારોમાં ફરસાણ 180 રૂપિયે કિલો વેચાય છે, ભજીયા 200 રૂપિયે કિલો તો અહીં GJ-18 ખાતે 400થી લઈને 500 સુધી વળેલા ગાંઠિયાના ભાવ તોડીને લેવામાં આવે છે,
પકોડીની લારીથી લઈને વરિયાળી પીણું પેંડા, ફરસાણમાં દબદબો વધી રહ્યો છે, ત્યારે વાવોલ ,પેથાપુર, કુડાસણ ખાતે મકાનો ખરીદી અને ભાડે રાખનારામાં સૌથી વધારે સંખ્યા સૌરાષ્ટ્રની વધી છે,
બોક્સ
આવનારા 3 વર્ષમાં GJ-18 મીની સૌરાષ્ટ્ર એવું મીની કાઠીયાવાડ બની જશે, અમદાવાદનું બાપુનગર, નિકોલ બાદ હવે GJ-18 કાઠીયાવાડ જંકશન તરફ પ્રયાણ થઈ રહ્યું છે.