અમદાવાદ
પ્રદેશના સહ કોષાધ્યક્ષ પદે અમદાવાદના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધર્મેન્દ્ર શાહની નિમણૂક કરવામાં આવી હતી અને પછી એમને અમદાવાદ મહાનગર સંગઠનના સહપ્રભારીની પણ જવાબદારી સોંપાઈ હતી.ધર્મેન્દ્ર શાહની કોર્પોરેશનના વહીવટી બાબતોમાં કેટલીક વધારે પડતી દખલગીરીની ફરિયાદો ઊઠી હતી. આની સાથોસાથ કેટલાક પ્રોજેક્ટ્સમાં કોન્ટ્રાક્ટરો પર દબાણ કરવામાં આવતું હોવાાની વાતો પણ કાર્યકરોમાં ચર્ચાઇ રહી છે. આ બધો મામલો છેક દિલ્હી સુધી પહોંચ્યો હતો અને પ્રમુખ પાટીલે શાહને સહ કોષાધ્યક્ષ અને મહાનગર સંગઠન સહ પ્રભારી પદેથી મુક્ત કરી દેવાની જાહેરાત કરી.આગામી ત્રણેક માસમાં જાહેર થનારી પાંચ હજારથી વધુ ગ્રામ પંચાયતો બે જિલ્લા પંચાયતો, ૭૫ પાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રદેશ સંચાલન સમિતિની રચના કરી છે. આ સમિતિમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, રાષ્ટ્રીય મહાસંપર્ક અભિયાન વિભાગના પ્રદેશ સંયોજક જીવરાજભાઇ ચૌહાણ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે, અમદાવાદના પૂર્વ મેયર બિજલબેન પટેલ, વ્યવસાયિક સેલના પ્રદેશ સંયોજક કરશનભાઇ ગોંડલીયા તથા ભાવનગરના પૂર્વ મહામંત્રી ભરતસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.