એએમસીના એસ્ટેટ વિભાગે નડતરરૂપ 1386 ધાર્મિક પ્રકારના દબાણને સાત દિવસમાં દૂર કરવા નોટિસ આપી

Spread the love

અમદાવાદ શહેરમાં વટવા, વિરાટનગર, ઈન્ડિયા કોલોની, રામોલ, ઈસનપુર વોર્ડના ભાડુઆતનગર વિસ્તારમાં મંદિરને દૂર કરવાના આદેશ

ગુજરાત સરકારના આદેશથી 25 હજાર મંદિર તોડવા માટે નોટિસ અપાયેલી છે તેને તાત્કાલિક પરત ખેંચવા માગણી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ રણછોડ ભરવાડ

અમદાવાદ

અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર આવેલા નડતરરૂપ 1386 ધાર્મિક પ્રકારના દબાણને સાત દિવસમાં દૂર કરવા એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના હદ વિસ્તારમાં આવેલા નડતરરૂપ ધાર્મિક સ્થાનો દૂર કરવા સાત ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા ગૃહ વિભાગના ઠરાવ મુજબ સાત દિવસના સમયમાં રોડ ઉપર ધાર્મિક પ્રકારના દબાણો દૂર કરવાના આદેશ આપવામાં આવ્યો છે.અમદાવાદ શહેરમાં વટવા, વિરાટનગર, ઈન્ડિયા કોલોની, રામોલ, ઈસનપુર વોર્ડના ભાડુઆતનગર વિસ્તારમાં મંદિરને દૂર કરવાના આદેશ અપાયા છે.વિહિપના મંત્રી અશોક રાવલે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ધાર્મિક સ્થાનો તોડવાનો આદેશ થયો છે તે અંગે શનિવારે જ સીએમ પટેલને મળીને રજૂઆત કરાઇ હતી તે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ રજૂઆત કરતા બન્નેએ હકારાત્મક જવાબ આપ્યો હતો. તે છતાં જો મંદિરો તોડાશે તો વિહિપને આંદોલન કરવાની ફરજ પડશે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ રણછોડ ભરવાડે જણાવ્યું છે કે ગુજરાતમાં પ્રાચીન મંદિરો તોડાઇ રહ્યા છે. ગુજરાત સરકારના આદેશથી 25 હજાર મંદિર તોડવા માટે નોટિસ અપાયેલી છે તેને તાત્કાલિક પરત ખેંચવા માગણી કરાઇ છે. સરકારના નિર્ણયના વિરોધમાં 21 જુલાઇએ અમદાવાદ, સુરત, વડોદરા અને ભાવનગરમાં પ્રદર્શનો કરવામાં આવશે. 27 જુલાઇ શનિવારે જે મંદિર તોડી નાખવા નોટિસ અપાઇ છે તેમાં સામૂહિક હનુમાન ચાલીસા કરી પ્રાર્થના કરવામાં આવશે. એએચપી દ્વારા રાષ્ટ્રીય મંદિર પરિષદની સ્થાપના કરી છે જેમાં રાજ્યના એક લાખ મંદિરોને જોડી તેની રક્ષા માટે આયોજન કરાશે. સુપ્રીમ કોર્ટે મસ્જિદના લાઉડ સ્પીકર ઉતારવાનો રાજ્યમાં અમલ કેમ કરાતો નથી તેવો સવાલ પણ હિન્દુ સંગઠને કર્યો છે.

CM મંદિર તોડવાનો આદેશ પરત ખેંચેઃ ડો. તોગડિયા

એએચપીના સ્થાપક પ્રમુખ ડો. પ્રવિણ તોગડિયાએ સોશિયલ મીડિયા થકી જણાવ્યું હતું કે મંદિર તોડવું એટલે ભગવાન ઉપર આઘાત કરવો. મારી સીએમ પટેલને આ નિર્ણય અંગે પુનઃ વિચારણા કરી સાથે બેસી કોઇ રસ્તો કાઢીને નિર્ણય પરત ખેંચે તેવી વિનંતી છે અન્યથા મંદિરોને સાંકળી આંદોલન કરવું પડશે. અમે ઇચ્છતા નથી કે અમારા ભાઇઓની સરકાર સામે ધર્મના મુદ્દે અવાજ ઉઠાવવો પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com