અમદાવાદ શહેરમાં પોલીસ બદલીનું મોટું ઝાપટુ, ઠેર ઠેર ચર્ચાનો વિષય

Spread the love

સાડા પાંચ વર્ષથી એકજ જગ્યા એ ફરજ બજાવતા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI ને તાત્કાલિક વર્તમાન જગ્યા ખાલી કરી નવી જગ્યા પર હાજર થવા આદેશ કરવામાં આવ્યા છે. કુલ 1740 જેટલા પોલીસ કર્મીઓની એક સાથે બદલીના આદેશ આપ્યા છે.

અમદાવાદ શહેરમાં એકજ જગ્યા એ સાડા પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા વર્ગ-3ના 1740 પોલીસ કર્મીઓની બદલીનું લિસ્ટ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે જારી કરતા અમદાવાદ પોલીસ બેડામાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI કક્ષાના આ 1740 પોલીસ કર્મીઓ ને વર્તમાન જગ્યા પરથી તાત્કાલિક છુટા થઈ 7 દિવસની અંદર નવી જગ્યાએ હાજર થવા પણ આદેશ કર્યો છે.

જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નો હવાલો સંભાળ્યો ત્યારે તેઓએ પોલીસ કર્મચારીઓની ફરજનો કાર્યકાળ તપાસ્યો હતો,જેમાં એકજ જગ્યા પર કેટલાક પોલીસ કર્મીઓ લાંબા સમયથી ફરજ બજાવતા હતા.

અમદાવાદ શહેર પોલીસમાં લાંબા સમયથી કેમ બદલીઓ થઈ નથી અને એકજ જગ્યા પર કેમ વર્ગ -3 પોલીસ કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે તે અંગે પોલીસ કમિશ્નર જી એસ મલિકે જાતે કારણો તપસ્યા હતા અને ત્યાર બાદ તમામ પોલીસ કર્મીઓની ફાઈલો જોયા બાદ ગુજરાત પોલીસ મેન્યુઅલ વોલ્યુમ-1ના નિયમ 154 (2) મુજબ અમદાવાદ શહેર પોલીસની એક ચોક્કસ ટ્રાન્સફર પોલિસી ઘડી કાઢી છે.

નવા પોલીસ કર્મીઓ તાલીમ પૂર્ણ કરી અમદાવાદ શહર પોલીસ સાથે જોડાશે તો હવે તેઓને ક્રાઇમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઇમમાં સીધી નિમણૂક નહીં મળે, ફરજિયાત રેગ્યુલર પોલીસ મથકમાં ફરજ બજાવી હશે પછીજ મહત્વની શાખામાં નિમણૂક મળશે.

જે કર્મચારી એકજ પોલીસ સ્ટેશનમાં 5 વર્ષ ફરજ બજાવી હશે, તે કર્મચારીઓની ફરજનો સમયગાળો પૂર્ણ કરી ઝોન હસ્તક ના પોલીસ સ્ટેશન,સેકટર હેઠળ ના પોલીસ સ્ટેશન તથા અન્ય સેકટર હેઠળ ના પોલીસ સ્ટેશન માં બદલી માટે ના ચોક્કસ ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે.

જે પોલીસ કર્મી એ એકજ પોલીસ સ્ટેશનમાં 5 વર્ષ પૂર્ણ કર્યા હોય તેની ઝોન હસ્તકના અન્ય પોલીસ સ્ટેશન કે શાખામાં બદલી કરવામાં આવશે.

જે પોલીસ કર્મીએ જે તે ઝોનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 વર્ષ પછી ઝોન જે સેકટર ના તાબા માં આવતું હશે તે સેકટર હેઠળના અન્ય પોલીસ સ્ટેશન કે શાખામાં બદલી કરવામાં આવશે.

પોલીસ સ્ટેશન, ઝોન અને સેકટર પોલીસ. કર્મચારી એ 15 વર્ષ સેવા આપી હશે તેની અન્ય સેકટરના પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવશે.

વર્તમાન બદલીઓમાં પોલીસ કર્મીઓ ને તેઓને નવી જગ્યા માટે પસંદગીનો ઓપશન આપવામાં આવ્યો હતો, પોલીસ કર્મીની અનુકૂળતા અને નવી પોલિસીના પાલન સાથે વિભાગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બદલીની યાદી તૈય્યાર કરાઈ છે.

1740 પોલીસ કર્મીઓ માં 600 ઉપરાંત પોલીસ કર્મીઓ જે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હતા તેઓને પોલીસ સ્ટેશનો તથા અન્ય બ્રાન્ચ માં બદલી કરવામાં આવી છે તો એટલીજ સંખ્યામાં પોલીસ મથકો માંથી ટ્રાફિક પોલીસ મથકો માં બદલી કરી છે.
ત્રીજું લિસ્ટ પણ આગામી દિવસો માં આવશે.

જ્ઞાનેન્દ્ર સિંહ મલિક અમદાવાદ પોલીસ કમિશ્નર બન્યા ત્યાર પછી નું આ બીજું લિસ્ટ જારી થયું છે, થોડા સમય પૂર્વ સાગમટે બદલી નું એક લિસ્ટ જારી થઈ ચૂક્યું છે, હજુ એક વધુ બદલી નું લાંબું લિસ્ટ આગામી સમયમાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com