ફૂટ પેકેજની વ્યવસ્થા સાથે બચાવ-રાહત કાર્યો માટે એસ.આર.પી.ની ટીમ પણ ફાળવામાં આવી છે
કામરેજમાં વરસાદથી અતિપ્રભાવિત ગામોમાં રાહત કાર્યો વેગવાન બનાવે
વરસાદી આફતનો ભોગ બનેલા વિસ્તારોમાં તંત્ર-સમાજ-સેવા સંસ્થાઓ-સરકાર સૌના સક્રિય સહયોગથી મુશ્કેલી-હાલાકી નિવારવાની પ્રતિબધ્ધતા
રાજયના શિક્ષણ મંત્રી તથા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તેમના કામરેજ વિધાનસભા મતવિસ્તાર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં થઇ રહેલા ધોધમાર વરસાદને લીધે સર્જાયેલી અતિવૃષ્ટિની સ્થિતિમાં ગાંધીનગર થી સીધા તત્કાળ કામરેજ પ્રાંત ઓફિસ આવીને જિલ્લા વહીવટીતંત્ર સાથે સમગ્ર સ્થિતીનો તલસ્પર્શી ચિતાર મેળવ્યો હતો.
દર બુધવારે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના અધ્યક્ષતામાં યોજાતી “કેબિનેટ બેઠક”માં આજે શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા ગાંધીનગરમાં હતા. પરંતુ સુરતમાં ભારે વરસાદના સમાચાર મળતા માન. રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પોતાના તમામ કાર્યક્રમો ટૂંકાવીને તાત્કાલિક તેમના મતવિસ્તાર કામરેજની પ્રાંત ઓફિસ ખાતે આવી પહોંચ્યા હતા.
અહીં તેમણે કામરેજ વિધાનસભાની તમામ સ્થિતિની માહિતી મેળવી હતી તથા અસરગ્રસ્ત લોકો માટે તાત્કાલિક રાહત બચાવ કામગીરી હાથ ધરીને તેમને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી હતી. ઉપરાંત તેમણે સંબંધિત અધિકારીઓ સાથે પણ આ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
અતિવૃષ્ટિ સામે હાલ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરુરી પગલાં લેવામાં આવ્યા છે અને તંત્ર યુધ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. આ આફતની સ્થિતિમાં એન.ડી.આર.એફ.ની ટીમ ફાળવેલી છે, ત્યારે માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રભાવિત વિસ્તારોમાં પહોંચીને ઝડપી નિર્ણયો કરીને પ્રજાજીવનને પડતી હાલાકી સમસ્યા નિવારવાના તમામ પ્રયાસો કરવા જરૂરી સૂચના આપી.