રાજ્ય સરકારનો ગ્રાસિમના ૨૮૦ કરોડ માફ કરવા પાછળ ભ્રષ્ટાચાર અને લેતી-દેતીનો આક્ષેપ કરતા પુંજાભાઈ વંશ

Spread the love

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુજાભાઈ વંશ

સામાન્ય વ્યક્તિ વેરા પેટે રૂપિયા ના ચૂકવે તો પાણીના કનેક્શન અને સીલ મારવાનું કામ થાય છે. રાજ્ય સરકારના ગ્રાસિમ ઈન્ડસ્ટ્રી સાથે એવા તો કયા સબંધ કે કરોડો રૂપિયા માફ કરવા પડે

અમદાવાદ

રાજ્ય સરકારે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીના ખાસ કિસ્સામાં ૨૮૦ કરોડ રૂપિયા માફ કર્યા, ગ્રાસીમ કંપની હિરણ-૨ ડેમના પાણીનો ૧૯૯૯થી ઉપયોગ કરતી હતી જળસંપતિ વિભાગે નક્કી કરેલ દર મુજબ સરકાર કંપનીને પાણીના બિલ આપતી હતી, ૧૯૯૯ થી નવેમ્બર ૨૦૨૩ સુધીના ૪૩૪.૭૧ કરોડ રૂપિયા પાણીના વસૂલવાના થતા હતા. જાહેર હિસાબ સમિતી સમક્ષ મામલો આવતા કંપની પર બોજો નાખવા ભલામણ કરી હતી. કલેક્ટરે કંપની પર ૨૬૪.૩૭ કરોડનો બોજો નાખ્યો હતો મહેસુલી નિયમ મુજબ એકવાર બોજો નાખ્યા બાદ માફ થઈ શકે નહીં, ભાજપ સરકારે કંપનીને ફાયદો કરાવવા ખાસ કિસ્સામાં ગ્રાસિમના ૨૮૦ કરોડ માફ કરવા પાછળ મોટા પાયે ભ્રષ્ટાચાર, લેતી-દેતી થઈ હોવાનો આક્ષેપ કરતા પત્રકાર પરિષદમાં પબ્લિક એકાઉન્ટ કમિટીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે, ગીર-સોમનાથ સિંચાઈ વિભાગ હેઠળની હિરણ-૨ જળાશયના નીચાણવાળા ભાગમાંથી મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. (ઈન્ડિયન રેયોન) વેરાવળ દ્વારા પાણી વાપરવામાં આવે છે તે અંગે ભરવાનો થતો ચાર્જ કંપની દ્વારા મે-૧૯૯૯ થી નવેમ્બર-૨૦૨૩ સુધી ભરવામાં આવેલ ન હતો. પાણીના વપરાશ પેટે મે-૧૯૯૯ થી માર્ચ-૨૦૨૩ સુધી નોર્મલ વોટર ચાર્જીસ, પેનલ્ટી ચાર્જિસ, નોર્મલ વોટર ચાર્જનું વ્યાજ તથા પેનલ્ટીનું વ્યાજ મળી કુલ રૂ. ૪૩૪.૭૧ કરોડ જેટલી રકમ લેણી નીકળે છે. મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. કંપની દ્વારા એપ્રિલ-૧૯૯૯થી વિવાદિત સમયગાળા દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વોટર સેસ મુજબ વપરાશ કરેલ પાણીના જથ્થા મુજબ પાણીદરોની બાકી મુદ્દલ રકમ એકીસાથે એક હપ્તામાં ભરવામાં આવે તો પેનલ્ટી અને વ્યાજની રકમ માફ કરવાની રહે છે તે મુજબનો નર્મદા, જળસંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવેલ. જે અન્વયે સેટલમેન્ટ થયા બાદ મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા રૂ. ૧૫૭.૧૫ કરોડની રકમ ભરવાની થતી હતી અને લગભગ રૂ. ૨૮૦ કરોડ જેટલી રકમ માફ કરવામાં આવેલ છે. મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. એ સરકારની માનીતી કંપની છે કે તેની આટલી મોટી રકમ માફ કરવામાં આવેલ છે ? મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ગેરકાયદેસર રીતે હિરણ નદીની બાજુમાં કુવાઓ બનાવી પાણીનો વપરાશ કરવામાં આવતો હતો, જેથી કંપની સામે શિક્ષાત્મક પગલાં લેવાને બદલે કંપની દ્વારા ભરવાની થતી રકમ પૈકી રૂ. ૨૮૦ કરોડ જેટલી રકમ માફ કરવામાં આવે છે, તે શું સાબિત કરે છે ? કલેક્ટરશ્રી, ગીર-સોમનાથ દ્વારા ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની મિલ્કત ઉપર રૂ. ૨૬૪.૩૭ કરોડનો બોજો વર્ષ ૨૦૧૯માં નાંખવામાં આવેલ છે, છતાં સરકાર દ્વારા બોજા જેટલી રકમ વસુલવાનું તો દૂર રહ્યું, બોજા કરતાં પણ રૂ. ૧૦૭ કરોડ જેટલી રકમ કંપની પાસેથી ઓછી વસુલવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં મોટી લેતી-દેતી થઈ હોવાનું સ્પષ્ટપણે જણાય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારી સરકાર જ હોય તેમ સાબિત થાય છે.

કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સામાન્ય વ્યક્તિ વેરા પેટે રૂપિયા ના ચૂકવે તો પાણીના કનેક્શન અને સીલ મારવાનું કામ થાય છે. રાજ્ય સરકારના ગ્રાસિમ ઈન્ડસ્ટ્રી સાથે એવા તો કયા સબંધ કે કરોડો રૂપિયા માફ કરવા પડે, માફ થયેલ રૂપિયા વસૂલ્યા હોત તો પ્રાથમિક સુવિધા, શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ થઈ શક્યો હોત હુકમમાં સ્પષ્ટ ઉલ્લેખ કે આ નિર્ણય ખાસ કિસ્સામાં લેવાયો છે, અન્ય કંપનીઓ માટે આ નિર્ણય લાગુ નહીં પડે ભૂતકાળમાં બોજો નાખેલી રકમ ક્યારેય માફ થઈ નથી. સરકારે આટલી મોટી રકમ કેવી રીતે માફ કરી એની સ્પષ્ટતા થવી જોઈએ જાહેર હિસાબ સમિતીએ પણ રકમ વસૂલ કરવા અહેવાલ કર્યો હતો.

ગુજરાતની પ્રજાને પીવાનું શુધ્ધ પાણી મેળવવા પણ પૈસા આપવા પડે છે ત્યારે ગુજરાતના ઉદ્યોગ ગૃહોને અધિકારીઓ સરકારના ખર્ચે અને જોખમે પાણી વાપરવાની કેટલી સવલત કરી આપે છે તેનો અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો છે.વેરાવળની ઈન્ડિયન રેયોન કંપનીને હિરણ-૨ ડેમ પાસે કુવો કરીને પાણી મેળવવા સરકારે જમીન ફાળવી હતી. આ જમીનને બદલે કંપનીએ ભળતી બીજી જમીનનો કબ્જો લઈને પાણી તો લીધું પણ પાણી પેટે સરકારને ભરવાની ૩૪૯ કરોડની રકમ પણ ચુકવી નથી. આ સમગ્ર ગેરરીતિ બહાર આવતા વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ તત્કાલીન કલેક્ટર સહિત મહેસૂલ-જળસંપત્તિ વિભાગના અધિકારીઓ સામે પગલા ભરવાની ભલામણ કરી હતી.

ઇન્ડિયન રેયોનને હિરણ-૨ ડેમ પાસે કુવો કરીને પાણી મેળવવા માટે રાજય સરકારે ૧૦૦ X ૧૦૦ ફુટની જમીન ફાળવી હતી. કંપનીએ આ જમીનનો કબ્જો લેવાને બદલે નજીકમાં જ બીજી ૯૨૯ સ્કેવરમીટર જમીનનો કબજો લઈ લીધો અને ત્યાં કુવો કરી નાખ્યો. આ સમગ્ર બાબત ધ્યાનમાં આવતા ૧૩ ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ ગીરસોમનાથ જિલ્લાના તત્કાલીન નાયબ કલેક્ટર દ્વારા કંપનીએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું રોજકામ કર્યું હતું.આ સમગ્ર બાબતથી સંલગ્ન તત્કાલીન કલેક્ટરને રજૂઆત કર્યા પછી પણ સરકારી જમીનનો કબ્જો છોડાવવામા આવ્યો નહીં. બીજીબાજું,કંપનીએ ડેમના નીચાણવાળા વિસ્તારમાં ફાળવેલી જમીનને બદલે બીજી જમીન પર કબ્જો કર્યો, કુવો કર્યો અને પાણી લેવાનું ચાલું કરી દીધું હતું. આ સમગ્ર બાબતની વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સમક્ષ આવતા ઊંડાણપૂર્વકની તપાસ કરાઇ હતી.

કાર્યપાલક ઈજનેરે કંપની પાસેથી પાણીનો દર વસુલવા ૧૩ જૂન, ૨૦૦૬ના રોજ આદેશ કર્યો હતો. સમગ્ર મામલો તત્કાલીન જૂનાગઢ કલેક્ટર સમક્ષ ચાલતા તમામ પુરાવા કલેક્ટર સમક્ષ રજૂ કરાયા હતા. ના. કલેક્ટરે પંચ રોજકામ કર્યા સાથેની રજૂઆત છતા જૂનાગઢના તત્કાલીન કલેક્ટરે કંપનીની તરફેણમાં ચુકાદો આપી સરકારની આવકને ગંભીર નુકશાન પહોંચાડયાંની નોંધ સમિતિએ કરી છે.

સરકારે ફાળવેલી જમીનને બદલે કંપનીએ પોતાની રીતે જમીન લઇ કબ્જો કરી વાપરતી હતી. તંત્રએ બે દિવસમાં માહિતી મોકલવા મહેસૂલ વિભાગને તાકિદ કરી હતી. છતા મહેસૂલ વિભાગે કંપની સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ થઈ શકે કે નહીં તેનો જવાબ આપ્યો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com