ભાજપના શહેર અધ્યક્ષ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઇ પી શાહની પાણીને બોર થકી રિવર્સ જમીનમાં ઉતારવાની અનોખી પહેલ 

Spread the love

 

 

અમદાવાદ

પર્યાવરણની જાળવણી એ આપણી સૌની નૈતિક જવાબદારી છે ત્યારે એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ પી શાહે તેમના મતવિસ્તારમાં હજારો વૃક્ષો વાવ્યા છે અને તેનું જતન કરી તેને મોટા પણ કર્યાં છે.એલિસબ્રીજ વિધાનસભા વિસ્તારમાં ૧૦ ખંભાતી કૂવા બનાવવામાં આવ્યા છે જે વરસાદનું પાણી જમીનમાં ઉતારે છે. એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિતભાઈ પી શાહના નિવાસસ્થાનનો જ્યાં તેઓ દ્વારા રિવર્સ બોર બનાવી ધાબાનું વરસાદી પાણી બોરમાં ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો ઉપયોગ તેઓશ્રીનો પરિવાર સમગ્ર વર્ષ દરમિયાન કરી રહ્યાં છે.આપ સૌ પણ જળસંચયના કાર્યમાં ભાગીદાર બનીએ અને અકાશનું પાણી જમીનમાં ઉતારીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *