ઓટોરિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશનના અમદાવાદના પ્રમુખ રાજુ સીરકે એ જણાવ્યું હતું કે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા રિક્ષા ચાલકોને થતી હેરાનગતિ દૂર કરવા અમદાવાદના વિવિધ રીક્ષા યુનિયને આરટીઓને રજુઆત કરી છે. એગ્રેગેટર તરીકે કામગીરી કરતી પ્રાઈવેટ કંપનીઓ જેવી કે, OLA, UBER, JUGNOO,RAPIDO વગેરે ઓનલાઈન એપનાં માધ્યમથી પેસેન્જરોને સવારી બુક કરવાની કામગીરી કરે છે. જે ઓનલાઈન એપ્લીકેશનનો ઉપયોગ વાહન ચાલકો તેમજ પેસેન્જરો મુસાફરી દરમ્યાન કરતાં હોય છે. સદર કંપનીઓ દ્વારા નોન-ટ્રાન્સપોર્ટ વાહનોની (સફેદ નંબર પ્લેટ) પણ રાઈડ(સવારી) બુક કરતી વખતે ઉપયોગમાં લેવાતાં હોવાનું ધ્યાને આવેલ છે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, ગાંધીનગરનાં પત્ર ક્રમાંક એમવીડી/૧૦૨૦૨૧/સિ.ફા/ખ તા.૧૬/૦૪/૨૦૨૧ નોન-ટ્રાન્સપોર્ટ વાહનોનું એગ્રીગેશન પર પ્રતિબંધ કરેલ છે. જેથી નોન-ટ્રાન્સપોર્ટ વાહનોનું વાહન માલિક દ્વારા સદર એગ્રીગેટર કંપનીઓ સાથે ન જોડાવવા તેમજ મુસાફરો દ્વારા ઓનલાઈન એપનાં માધ્યમથી નોન-ટ્રાન્સપોર્ટ(સફેદ નંબર પ્લેટ) સવારી તરીકે ઉપયોગ ન કરવા જણાવવામાં આવે છે. આ રીતે ઉપયોગ કરનાર એગ્રીગેટર કંપની તેમજ વાહન સામે પરમીટ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. પરમીટ ભંગ બદલ રૂ.૧૦૦૦૦ સુધીના દંડની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવનાર છે. આ માટે ખાસ ચેકીંગ ડ્રાઈવ દર અઠવાડીયે બે દિવસ ગોઠવવામાં આવશે.