સાફો અને સનગ્લાસ પહેરેલો પોતાનો ફોટો પોસ્ટ કર્યો, તો દલિત યુવાનને માર માર્યો, દલિતોનું રેલી સાથે આવેદન

Spread the love

દલિત સમાજના લોકો ગુરુવારે સનગ્લાસ અને સાફા પહેરીને હિમતનગરમાં સાબરકાંઠાના એસપી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે એક આવેદન આપીને સાયબાપુર ગામ થઈને દલિતોની રેલી યોજવા દેવા માગણી કરી હતી જેમાં જોડાનારા તમામ સનગ્લાસ અને પાઘડી પહેરશે.

દલિત સમુદાયના સભ્યોએ વિરોધના પ્રતીક તરીકે સનગ્લાસ અને સાફા પહેરીને આવેદન આપવા એટલા માટે પહોંચ્યા હતા કેમકે અઠવાડિયા પહેલા સાયબાપુરના એક 24 વર્ષીય દલિત યુવાન પર દરબાર સમુદાયના સભ્યો દ્વારા કથિત હુમલો કરવામાં આવ્યો હતો. આ યુવાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાફો અને સનગ્લાસ પહેરેલો પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો.

હિંમતનગર ગ્રામીણ પોલીસમાં નોંધાયેલી એફઆઈઆરમાં જણાવાયું છે કે અજય પરમાર 18 જુલાઈએ સાયબાપુરથી હિમતનગર તરફ તેની ઓટોરિક્ષા ચલાવતો હતો. નવાનગર બસ સ્ટેન્ડ પાસે બાઇક પર આવેલા દરબાર સમાજના બે શખ્સો કિરપાલસિંહ રાઠોડ અને મનુસિંહ રાઠોડે રિક્ષા ઉભી રખાવી હતા.

ફરિયાદ મુજબ ત્યારબાદ કિરપાલસિંહે અજયનો ફોન છીનવીને ચેક કર્યો હતો અને અજયને જાતિ આધારિત અપશબ્દો કહ્યા હતા અને પૂછ્યું હતું કે તેણે સાફા અને સનગ્લાસ પહેરેલી તસવીર ઇન્સ્ટાગ્રામ પર કેમ પોસ્ટ કરી હતી. કિરપાલસિંહ અને મનુસિંહે અજયને કહ્યું હતું કે માત્ર દરબારો જ સાફો અને સનગ્લાસ પહેરી શકે છે અને અજય જેવા દલિતે આવો ફોટો ક્યારેય પોસ્ટ કરવો જોઇએ નહીં. ત્યારબાદ તેઓએ અજયને તેમની માફી માગવાની ફરજ પાડી હતી.

આ પછી અજયે તેને લેવા માટે નવાનગર ગયેલા તેના પિતરાઈ ભાઈ ભાવેશ પરમાર અને પિતા રમેશ પરમારને ફોન કર્યો હતો. ત્રણેય પરત ફરી રહ્યા હતા ત્યારે કિરપાલસિંહ, મનુસિંહ સહિત હિતેન્દ્રસિંહ રાઠોડ અને સાયબાપુર ગામના શુકલસિંહ રાઠોડે તેમને અટકાવ્યા હતા. આ વખતે ચારેય જણાએ અજય પર હુમલો કર્યો હતો. રમેશે વચ્ચે પડ્યો તો તેમાંથી એકે તેને થપ્પડ મારી દીધી. મદદ તેમણે બૂમો પાડવાનું શરૂ કરતા ગામલોકો તેમના બચાવમાં આવ્યા હતા.

હિમતનગર ગ્રામ્ય પોલીસે કિરપાલસિંહ, મનુસિંહ, હિતેન્દ્રસિંહ અને શુકલસિંહ સામે એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

દલિત કાર્યકર કલ્પેશ પરમારે સાબરકાંઠા કલેક્ટર અને એસપીની કચેરીઓને આવેદનપત્ર આપી યાત્રાની પરવાનગી આપવાની માગણી કરી હતી. અન્ય એક કાર્યકર્તા કૌશિક પરમારે જણાવ્યું હતું કે, જે રીતે એક દલિત વ્યક્તિને સાફા અને સનગ્લાસ પહેરેલો ફોટો પોસ્ટ કરવા બદલ માર મારવામાં આવ્યો હતો તે દર્શાવે છે કે ઉચ્ચ જાતિના સમુદાયના જાતિવાદી તત્વોને લાગે છે કે તેઓ નક્કી કરશે કે દલિતોએ કેવી રીતે જીવવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com