અમદાવાદ
બનાવની વિગત એક છે કે ફરીયાદીને ફોન આવેલ કે પી.એમ.ઓ. ના ઉચ્ચઅધિકારી તરીકેની ઓળખ આપી કહેલ કે, વડાપ્રધાન આપની ભાજપના કાર્યકર્તા તરીકેની કામગીરીથી અત્યંત ખુશ છે. તેઓ ઇચ્છે છે કે આપ રાજસ્થાનના માજી મુખ્યમંત્રીના અધ્યક્ષપણા હેઠળના જયપુર હાઇવે પરના ફાર્મહાઉસના પ્રોજેક્ટમાં નાણાકીય રોકાણ કરો, તેમ કહી ફરીયાદીની સાથે વોટસઅપ કોલ તથા મેસેજ કરી પ્રોજેક્ટની કિંમત ચાર કરોડથી વધુની છે. પરંતુ આપ અત્યારે દશથી બાર લાખ રોકાણ કરો અને બાકીની રકમ આપને આપવામાં આવનાર ભેટ તરીકે ગણી લેવામાં આવશે તેવુ જણાવી ફરીયાદીશ્રીને વોટસઅપમાં પ્રોજેકટના ફોટા મોકલી. ફરીયાદીશ્રીનો વિશ્વાસ કેળવવાની કોશીષ કરી, છેતરપીંડી કરવાની કોશીષ કરેલ હોય ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૧૨૪૦૧૨૬/૨૦૨૪ ઇપીકો કલમ ૧૭૦, ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી), ૪૬૫, ૪૬૮ મુજબનો ગુનો તા:-૨૦/૦૬/૨૦૨૪ ના રોજ દાખલ કરવામાં આવેલ.ફોન કોલ આધારે ટેકનીકલ એનાલીસીસ કરતા ફોન કોલ હરીયાણા રાજયના પલવલ જીલ્લામાંથી આવેલ હોવાનું જણાતા એક ટીમને હરીયાણા રાજયના પલવલ જીલ્લા ખાતે મોકલી તપાસ કરાવતા પલવલના હથીન જીલ્લામાં રહેતા મોહમંદજહાન નામના વ્યક્તિએ તેના મળતીયા માણસો સાથે મળી ફોન કોલ કરેલ હતો જેની ઝીણવટપુર્વક માહીતી એકઠી કરી સંડોવાયેલ કુલ-છ આરોપીઓને પલવલથી અત્રે લાવી ઉપરોકત ગુન્હામાં એરેસ્ટ કરવામાં આવેલ.
મોડસ ઓપરેન્ડરી
પકડાયેલ આરોપીઓએ પહેલા નટરાજ કંપનીની પેન્સીલ પેકીંગ માટે વર્ક ફ્રોમ હોમની જાહેરાત સોશીયલ મિડીયા ફેસબૂક માધ્યમથી આપતા જે જાહેરાત આધારે ફોન કોલ આવે તેમને વર્ક ફ્રોમ હોમની કામગીરી કરવા માટે માસીક ૧૫૦૦૦ આપવાનુ કહી રજીસ્ટ્રેશનના રૂપિયા ૬૨૦ ગુગલ-પે/QR code થી ભરાવી આઠથી દસ લોકોના રૂપિયા આવી જાય એટલે સીમકાર્ડ તોડી નાખતા હતા. આ કામમાં ગરીબ લોકો જ આવતા હોય છેતરપીંડીમાં ઓછા રૂપિયા મળતા હોય મોટા રાજકીય લોકોને ફસાવવા પી.એમ.ઓ. ઓફીસના અધિકારી તરીકે વાત કરી છેતરપીંડી કરવાનુ ચાલુ કરેલ.
આરોપીઓના નામ
(૧) ભરતસિંહ સ/ઓ બુધ્ધસિંહ રામસિહ જાતે-જાંટવ ઉ.વ-૩૪ હાલ રહે:-અપોલો વિદ્યાલયની બાજુમાં, વોર્ડ નં ૩, કૈલાસનગર, રેલ્વે સ્ટેશનની પાસે પલવલ, હરીયાણા મુળવતન કિલા ચૌરરા થાના:- નરોરા તા-ડીવાઈ જી. બુલંદશહેર યુ.પી
(૨) ઇર્શાદખાન સ/ઓ નિયાઝમોહમંદ ફજલુદ્દીન જાતે-મેવ ઉ.વ-૩૫ રહે:-ગામ-મુંડેતા થાના- પિનંગવા જી-નુહુ મેવાત હરીયાણા
(૩) ઇર્શાદ સ/ઓ રૂકમુદ્દીન નુરમહંમદ જાતે-મેવ ઉ.વ-૩૩ રહે:-ગામ-મીરપુર મિરકા થાના:-હથીન તા- હથીન જી.પલવલ, હરીયાણા
(૪) સાબીર સ/ઓ જાફર ઇબ્રાહીમ જાતે;-મેવ ઉ.વ-૧૯ રહે:-ગામ-લખનાકા થાના:- હથીન તા- હથીન જી.પલવલ, હરીયાણા
(૫) રાકીબ સ/ઓ તાહીરહુસેન જફરૂદ્દીન જાતે;-મેવ ઉ.વ.૨૬ રહે:-ગામ-મીરપુર મિરકા થાના:-હથીન તા-હથીન જી.પલવલ, હરીયાણા
(૬) મોહમંદજહાન સ/ઓ જફરૂદ્દીન મુજાદખાન જાતે-મેવ ઉ.વ.૨૪ રહે:-ગામ:-મીરપુર મિરકા થાના:-હથીન તા-હથીન જી.પલવલ, હરીયાણા
આરોપીઓનો રોલ
ભરતસિંહ પોતાના નામે સીમકાર્ડ ખરીદી, ઇર્શાદખાન સ/ઓ નિયાઝમોહમંદ મારફતે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને સીમકાર્ડ વેચાણ આપતો હતો, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે આ સીમકાર્ડ ઇર્શાદ રૂકમુદ્દીન તથા સાબીર જાફરને વેચાણ આપતો હતો, ઇર્શાદ રૂકમુદ્દીન તથા સાબીર બન્ને જણા રાકીબ તાહીરહુસેનને સીમકાર્ડ વેચાણ આપતા હતા, રાકીબ તેના કાકા મોહમંદજહાનને વેચાણ આપતો હતો,મોહમંદજહાન આ સીમકાર્ડનો ફ્રોડ કોલ કરવા માટે ઉપયોગ કરતો હતો.