અમદાવાદ શહેરને GCOM દ્વારા અમદાવાદ કલાઈમેટ એક્શન પ્લાન માટે કુલ ૯ ગ્લોબલ સ્ટાન્ડર્ડસ પૈકી ૮ ગ્લોબલ સ્ટાન્ડર્ડસ અર્જિત કરવા બદલ બેજ મળેલ
અમદાવાદ
અ.મ્યુ.કો દ્વારા કલાઈમેટ રેસીલીયન્ટ એક્શન પ્લાનીંગ તથા તેના અમલીકરણની દિશામાં કરેલ કાર્યોની નોંધ લઇ ગ્લોબલ કોવેનન્ટ ઓફ મેયર્સ ફોર કલાઈમેટ એન્ડ એનર્જી GCOM દ્વારા અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈનને GCOMના બોર્ડ મેમ્બર તરીકે ‘સાઉથ એશિયા રીજનના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવેલ છે.
GCOM એ કલાઇમેટ લીડરશીપ માટેનું ગ્લોબલ અલાયન્સ છે, જેમાં ૬ ખંડના ૧૪૪ દેશોના કુલ ૧૨,૫૦૦ કરતા વધુ શહેરોનો સમાવેશ થાય છે. GCOM બોર્ડનું સંચાલન માઈકલ બ્લુમબર્ગ, ફોર્મર મેયર ન્યુયોર્ક સીટી તથા મારોસ સેફકોવિક, વાઈસ પ્રેસિડેન્ટ ફોર યુરોપિયન ગ્રીન ડીલ; એક્ષ-ઓફીસીઓ UNFCCC એક્ઝીક્યુટીવ સેક્રેટરી, UN-HABITAT એક્ઝીક્યુટીવ ડીરેકટર તથા GCOMના કો-મેનેજીંગ ડીરેકટરર્સ દ્વારા કરવામાં આવે છે. GCOM બોર્ડમાં ૧૦ શહેરોના મેયર તથા લોકલ ઓફિશિયલ્સનો સમાવેશ થાય છે. GCOM બોર્ડના ૧૦ એડવાઈઝરી મેયર્સમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન ‘સાઉથ એશિયા રીજનના પ્રતિનિધિ તરીકે પસંદગી પામેલ છે.આ વર્ષે GCOM બોર્ડ મિટિંગ તારીખ ૨૫ તથા ૨૬ જુલાઈ ૨૦૨૪ ના રોજ પેરીસ ખાતે યોજવામાં આવેલ, જેમાં કલાઈમેટ રેસીલીયંસ તથા સસ્ટેનેબીલીટીની દિશામાં આગળ વધવા વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા થયેલ જેમાં સાઉથ એશિયા રીજનના પ્રતિનિધિ તરીકે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન રાકેશકુમાર જૈને અમદાવાદ શહેરનું પ્રતિનિધિત્વ કરેલ છે. આ મીટીંગ દરમિયાન અમદાવાદ શહેરના મેયર દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાએ ICLEI SouthAsia સાથે મળીને સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન (SDC) દ્વારા ફન્ડેડ “CapaCITIES Phase-II” ”પ્રોજેક્ટ અંતર્ગત બનાવેલ ‘અમદાવાદ કલાઈમેટ રેસિલિયન્ટ સીટી એક્શન પ્લાન – ટુ વર્ડસ નેટ ઝીરો ફ્યુચર ૨૦૭૦’ તથા તેના અમલીકરણ માટે લીધેલ વિવિધ પગલાઓ વિષે માહિતી આપેલ. અમદાવાદ શહેર, વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થા જેમ કે, GCOM અને ICLEI નું સભ્ય શહેર છે. અમદાવાદનો કલાઇમેટ એક્શન પ્લાન CDP-ICLEITrack ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર રીપોર્ટ કરેલ છે, જેનું ગ્લોબલ સ્ટાન્ડર્ડસ મુજબ ટેક્નીકલ મૂલ્યાંકન કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરને GCOM દ્વારા અમદાવાદ કલાઈમેટ એક્શન પ્લાન માટે કુલ ૯ ગ્લોબલ સ્ટાન્ડર્ડસ પૈકી ૮ ગ્લોબલ સ્ટાન્ડર્ડસ અર્જિત કરવા બદલ બેજ મળેલ છે. જે અમદાવાદ મહાનગરપાલિકાની પર્યાવરણ પ્રત્યેની કટીબધ્ધતાને દર્શાવે છે.