અમદાવાદ
નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફીક પુર્વ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફીક “ડ” વિભાગ અમદાવાદની સુચના તથા માર્ગ દર્શન હેઠળ તા.૨૫/૦૭/૨૦૨૪ ના રોજ સોશ્યલ મિડીયામાં સંતોષનગર ચાર માળીયા દાણીલીમડા ખાતે એક ઓટો રીક્ષામા વધુ બાળકો ભરી લઇ જવા બાબતે વિડિયો વાયરલ થયેલ જેથી ઓટો રીક્ષાની ખરાઇ કરવા દાણીલીમડા બીટ ઇન્ચાર્જ અહેકો સુધાકર ફેલસિંહ બનં ૯૮૩૫ તેમજ અહે.કો રાજેશકુમાર દમણીયાભાઇ બનં ૫૮૩૭ને સુચના અને માર્ગદર્શન આપતા ઓટોરીક્ષા નો નંબર GJ 27 TB 0970 રીક્ષાના માલીક યુસુફમીયા બચુમીયા બેલીમ ઉ.વ ૩૮ રહે. બી/૦૬ મોમીનની ચાલી બહેરામપુરા અમદાવાદનો જણાય આવતા અને તે પોતે જ આ ઓટોરીક્ષા સ્કુલના બાળકો લાવવા લઇ જવા માટે ઉપયોગ કરતો હોવાનુ જણાય આવતા રીક્ષમા આર.ટી.ઓ ની પરવાનગી થી વધુ બાળકો ભરેલ હોય તેના વિરૂધ્ધમા અત્રેના “કે” ટ્રાફીક પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ તા.૨૬/૦૭/૨૦૨૪ ના રોજ એમ.વી.એકટ કલમ ૨૦૭,૩.૧૮૧, ૧૯૪(એ) મુજબ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. આમ સોશ્યલ મિડિયામાં વાયરલ થયેલ વિડિયો અન્વયે ત્વરીત કામગીરી કરવામાં આવેલ છે.અને તમામ નાગરીકોને નમ્રવિનંતી છે કે આવા જોખમી રીતે ડ્રાઇવીંગ કરતા ઇસમોની જાણકારી અમદાવાદ શહેર પોલીસ સુધી પહોચાડે જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
કામગીરી કરનાર પોલીસ કર્મચારી
(૧) હે.કો. સુધાકર ફૂલસિહ બન. ૯૮૩૫
(૨) હે.કો. રાજેશકુમાર દમણીયાભાઇ બ.નં ૫૮૩૭