MSP, કૃષિ વિષયક યોજનાઓ, કૃષિ પાકની ટેકાના ભાવે ખરીદી, PM કિસાન સન્માન નિધી યોજના કે સિંચાઇના પાણી બાબતે સંસદમા ભાજપા સરકારના મંત્રીઓ સત્યથી વેગળી અને અધુરી માહીતી મુકી: કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ

PM કિસાન સન્માન નિધી યોજના દેશના ૧૪.૬૪ કરોડ ખેડુતો માટેની યોજના અને લાભ મળે છે માત્ર ૯.૪૭ કરોડ ખેડુતોને તો બાકીના ૫.૧૭ કરોડ અન્નદાતાઓને કેમ નહી?:ભારત કુલ જરુરીયાતના ૬૦% ખાદ્ય તેલની આયાત કરે છે જ્યારે દાળ ૨૦૨૩-૨૪ મા ૨૮.૪૦ લાખ ટન આયાત કરી, આમ છતા નાણામંત્રી સંસદમા કહે છે “આત્મનિર્ભર ભારત”: મનહર પટેલ

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ જણાવ્યું હતું કે ૨૦૨૪-૨૫ ના બજેટ દરમ્યાન નાણામંત્રીએ કૃષિ વિષયક અનેક બાબતો સત્યથી વેગળી, અધુરી અને સરકારી આંકડાથી વિપરીત રજુ કરી.કૃષિ મુલ્ય નિર્ધારક આયોગ (Commission for Agricultural Costs and Prices-CACP) ના અહેવાલ મુજબ ખરીફ પાકોની ૨૦૨૪-૨૫ માટેની MSP (C2+50%) કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોને આપવામા આવી નથી, ભાજપા સરકારની વ્યાખ્યા મુજબની MSP ખેડુતોને આપે છે જે ખરેખર MSP (C2+50%) નથી. અને જે MSP જાહેર કરે છે, તે ભાવે પાક ખરીદવામાં નિષ્ફળ જાય છે તેમજ ખેડુતોના અધિકાર છીનવનારી વાત મુકી છે. ખરી હકીકત અમે આ સાથે ટેબલમા સ્પષ્ટ કરીએ છીએ.

૨૦૧૪-૨૦૨૪ સુધીમા કેન્દ્ર સરકારે પાંચ જેટલી કૃષિ લક્ષી યોજનાઓ ખેડુતો માટે જાહેર કરી તેમા બજેટમા કુલ ૭,૬૭,૮૧૪ કરોડ રુપિયાની જોગવાય કરવામા આવી તેમાથી ૨,૯૧,૪૮૦ કરોડ રુપિયા એટલે કે ૩૮ % ભંડોળ વણવપરાયેલુ પરત ગયું. જે ભાજપા સરકારની ખેડુત વિરોધી વલણ સ્પષ્ટ કરે છે. આમ બજેટમા મોટા મોટા આંકડામા નાણાની ફાળવણી કરવી મોટી મોટી જાહેરાતો કરીને માત્ર ચુંટણી જીતવાની માનસિકતા દેખાય છે, આ સાથેની વિગતોથી દેશના ખેડુતો સ્પષ્ટ બન્યા છે. અને ભાજપા સરકાર ખુલ્લી પડી છે.

૨૦૧૪-૨૦૨૪ સુધીમા કેન્દ્ર સરકારે પાંચ જેટલી કૃષિ લક્ષી યોજનાઓ ખેડુતો માટે જાહેર કરી તેમા બજેટમા કુલ ૭,૬૭,૮૧૪ કરોડ રુપિયાની જોગવાય કરવામા આવી તેમાથી ૨,૯૧,૪૮૦ કરોડ રુપિયા એટલે કે ૩૮ % ભંડોળ વણવપરાયેલુ પરત ગયું. જે ભાજપા સરકારની ખેડુત વિરોધી વલણ સ્પષ્ટ કરે છે. આમ બજેટમા મોટા મોટા આંકડામા નાણાની ફાળવણી કરવી મોટી મોટી જાહેરાતો કરીને માત્ર ચુંટણી જીતવાની માનસિકતા દેખાય છે, આ સાથેની વિગતોથી દેશના ખેડુતો સ્પષ્ટ બન્યા છે. અને ભાજપા સરકાર ખુલ્લી પડી છે.

ભાજપા સરકારના કૃષિમંત્રાલયના આંકડા મુજબ ૨૦૨૨-૨૩ કુલ કૃષિ ઉત્પાદનના MSP ઉપર ટેકાના ભાવે કૃષિ પાક ખરીદવામાં ના આવ્યા અને ભાજપા સરકારના દાવાની અહીયા પોલ ખુલ્લી છે. ઘઉનુ કુલ ઉત્પાદન ૧૦૬૮ લાખ ટન સામે માત્ર ૧૮૭.૫૨ લાખ ટન જ ટેકાના ભાવે કેન્દ્ર સરકારે ખરીદ કરેલ છે.

ભાજપા સરકાર છેલ્લા ૧૦ વર્ષમા ભારતને એકપણ ક્ષેત્ર, ટેકનોલોજી કે ઉત્પાદનમા આત્મનિર્ભર બનાવી નથી શક્યુ. ઉપરાંત આજે દેશનુ કૃષિ ઉત્પાદન ઘટતુ જાય છે તેને કારણે આજે ખાદ્ય તેલ અને દાળમાં ભારત બીજા દેશો ઉપર આધાર રાખતા થઈ ગયો છે. ખાદ્ય તેલની દેશની કુલ જરુરીયાતના ૬૦% આપણે આયાત કરીએ છીએ, ૨૦૨૩-૨૪ ના ચાલુ વર્ષમા ૧૨૧ લાખ ટન ખાદ્ય તેલ આયાત કર્યું અને ૨૦૨૨-૨૩માં ૧૫૭ લાખ ટન ખાદ્ય તેલ આયાત કર્યું (૧.૬૭ લાખ કરોડ રુપીયા) અને દાળ ૨૦૨૩-૨૪ (એપ્રિલ થી ડિસેમ્બર) ૨૮.૪૦ લાખ ટન દાળ આયાત કરવામાં આવી જ્યારે ૨૦૨૨-૨૩ ૧૭.૫૦ લાખ ટન આયાત કરી, આમ ભાજપા સરકાર ૧૦ વર્ષમા ખાદ્ય તેલ અને દાળ માટે આત્મનિર્ભર બનાવી શકી નથી.ભાજપા સરકારે છેલ્લે ૨૦૧૫-૧૬ મા એગ્રી સેન્સેક્ષના આંકડા જાહેર કરેલ ત્યાર બાદ એગ્રી સેન્સેક્ષના કોઇ આંકડા જાહેર કરેલ નથી, તે મુજબ ૨૦૧૮ મા દેશના ખેડુતોની સંખ્યા ૧૪.૬૪ કરોડ હતી. જ્યારે PM કિસાન સન્માન નિધી સામેલ કરી ત્યારે સરકારે કહ્યુ ૧૧ કરોડ ખેડુતોને આપીશુ, આમ પહેલા જ દિવસે ૩.૬૪ કરોડ ખેડુતોને ગાયબ કરી દીધા.ત્યાર બાદ ૨૦૨૧-૨૨ મા PM કિસાન સન્માન નિધીનો હપ્તો ૧૦.૭૯ કરોડ ખેડુતોને આપવામાં આવ્યો. અને ૧૮ જુન ૨૦૨૪ મોદી ૩.0 નવી સરકાર બની ત્યારે ૧૭ મો હપ્તો ૯.૨૬ કરોડ ખેડુતોને આપવામાં આવ્યો, આ સરકારી આંકડા જોઇએ તો તેમાથી પણ ૧.૫૩ કરોડ ખેડુતોને વધુ ગાયબ કરી દીધા. આમ કુલ ૫.૧૭ કરોડ ખેડુતોને ગાયબ કરી દીધા અને તે તમામને PM કિસાન સન્માન યોજનાના લાભથી વંચિત રાખવા એ ખેડૂત વિરોધી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com