પંચમહાલ જિલ્લામાં ખોટી રીતે 3500 જેટલા પ્રોપર્ટી કાર્ડ ઈશ્યુ થવાની વાતને લઈ જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે,મહત્વનું છે કે કલેકટરને આ વાતને લઈ માહિતી મળી હતી કે પ્રોપર્ટી કાર્ડને લઈ કૌંભાંડ ચાલી રહ્યું છે ત્યારે કલેકટરે આ બાબતને લઈ તપાસ સોંપી છે,જેમાં અનેક ખુલાસાઓ થઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
પ્રોપર્ટી કાર્ડ ઈશ્યુને લઈ કલેકટરને શંકા છે કે આ કૌંભાંડ ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ કચેરીથી થયુ હોઈ શકે છે,જેને લઈ NIC અને ગાંધીનગરની ટીમોએ તપાસ હાથધરી છે જેમાં કલેકટરને 3 થી 4 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે,હાલમાં તો કચેરીના મેન્ટેનન્સ સર્વેયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે,તો રિપોર્ટ બાદ મોટા કૌભાંડ સામે આવશે તો અન્ય અધિકારીઓ સામે પણ પગલા ભરાઈ શકે છે.
ભ્રષ્ટાચાર આચરી સંખ્યાબંધ પ્રોપર્ટી કાર્ડ ખોટી રીતે ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.જિલ્લા કલેક્ટરના ધ્યાને એક ખોટી રીતે ઇસ્યુ થયેલ પ્રોપર્ટી કાર્ડ આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટયો હતો,અંદાજીત 3500 જેટલા પ્રોપર્ટી કાર્ડનું કૌભાંડ હોવાની શકયતાઓ સેવાઈ રહી છે.સમગ્ર મામલે NIC અને ગાંધીનગરની ટિમોએ તપાસ હાથધરી છે અને શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે લીધા છે જેને FSLમા મોકલવામા આવશે.
આ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકત ધારકોને સૌપ્રથમ વખત માલિકી હક્ક દર્શાવતું એક કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે.આવા મિલકત ધારકોને કાયદાકીય દસ્તાવેજ તરીકે પ્રોપર્ટીકાર્ડ મળી રહેવાથી તેઓની સંપત્તિનો ઉપયોગ લોન અને અન્ય નાણાકીય લાભો લેવામાં સરળતા રહેશે.ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીઓ પોતાની સંપત્તિનો ઉપયોગ કરી આર્થિક રીતે સક્ષમ બનશે. મિલકત બાબતના વિવાદો ઘટશે તેમજ સ્વામિત્વ યોજનાનો લાભ મેળવીને મિલકતના નકશા પ્રાપ્ત થતાં ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ આવશે.