માઈક્રો-સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેસિલિટેશન કાઉન્સિલની છઠ્ઠી બેઠક:પાંચ બેઠકોમાં માઇક્રો-સ્મોલ એન્ટરપ્રાઈઝના 369 દાવાઓમાં કુલ રૂપિયા 20.58 કરોડથી વધુની રકમનું સમાધાન : એસ.કે.પટેલ, કાઉન્સિલ ચેરપર્સન

Spread the love

અમદાવાદ કાઉન્સિલમાં નવ જિલ્લાઓના માઈક્રો-સ્મોલ એન્ટરપ્રાઈઝીસ પોતાના બાકી પેમેન્ટ અંગે રજૂઆત કરી શકે છે અને સમાધાન મેળવી શકે છે : આર.ડી. બારહટ, કાઉન્સિલ મેમ્બર સેક્રેટરી

અમદાવાદ

અધિક નિવાસી કલેક્ટર અને માઈક્રો-સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેસિલિટેશન કાઉન્સિલના ચેરપર્સન શ્રી એસ.કે.પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદની રિજનલ માઈક્રો-સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેસિલિટેશન કાઉન્સિલ (MSEFC)ની છઠ્ઠી બેઠક યોજાઈ હતી. સંયુક્ત ઉદ્યોગ કમિશનર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર તથા કાઉન્સિલના મેમ્બર સેક્રેટરી શ્રી આર.ડી. બારહટ તથા કાઉન્સિલ(MSEFC)ના સભ્યો અને પક્ષકાર કંપનીઓના પ્રતિનિધિઓ આ તકે બેઠકમાં રૂબરૂ અને ઓનલાઇન માધ્યમથી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાઉન્સિલની કામગીરી અંગે વાત કરતા અધિક નિવાસી કલેક્ટર અને કાઉન્સિલના ચેરપર્સન  એસ.કે. પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની રિજનલ માઈક્રો-સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેસિલિટેશન કાઉન્સિલ (MSEFC)માં માઇક્રો-સ્મોલ એન્ટરપ્રાઈઝના વિવિધ પ્રકારના કેસોની સુનાવણીની કાર્યવાહી દર અઠવાડિયે હાથ ધરવામાં આવે છે. વધુમાં, અત્યાર સુધી આયોજિત કરેલ બેઠકોમાં કુલ 369 એકમોના કેસોમાં કુલ રૂપિયા 20 કરોડ 58 લાખથી વધુની રકમનું સમાધાન કરવામાં આવ્યું છે, જેના લીધે એકમોને વિલંબિત રકમની ચૂકવણી થતાં રાહત મળેલી છે. રાજ્યમાં કાર્યરત કુલ પાંચ રિજનલ કાઉન્સિલ પૈકી સૌથી વધુ કેસો અમદાવાદ રિજનલ કાઉન્સિલમાં રજૂ થયેલા છે.

સંયુક્ત ઉદ્યોગ કમિશનર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર તથા કાઉન્સિલના મેમ્બર સેક્રેટરી આર.ડી. બારહટે જણાવ્યું હતું કે, MSME-D ACT 2006ની જોગવાઈ મુજબ ઉદ્યોગકારોને 45 દિવસમાં નાણાંની ચૂકવણી ન થવાના કિસ્સામાં અગાઉ એમએસએમઈ કમિશનરશ્રી, ગાંધીનગર ઉધોગભવન ખાતે રાજ્ય કક્ષાની ફેસિલિટેશન કાઉન્સિલ સમક્ષ કેસ રજૂ કરી શકાતા હતા. ત્યારબાદ ગુજરાત સરકારના ઠરાવ દ્વારા કુલ પાંચ રિજનલ કાઉન્સિલ ( અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર )ની રચના કરવામાં આવી હતી. જેના લીધે હવે ઉદ્યોગકારો રિજનલ કાઉન્સિલ સમક્ષ પોતાના કેસો રજૂ કરી શકે છે. જે અંતર્ગત અમદાવાદ કાઉન્સિલમાં અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મેહસાણા, સાબરકાંઠા સહિતના કુલ નવ જિલ્લાઓના માઈક્રો-સ્મોલ એન્ટરપ્રાઈઝીસ પોતાના બાકી પેમેન્ટ અંગે રજૂઆત કરી શકે છે અને સમાધાન મેળવી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, માઈક્રો-સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેસિલિટેશન કાઉન્સિલ (MSEFC) એક અર્ધન્યાયિક સત્તા ધરાવતી કમિટી છે, જેમાં કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. અગાઉ અમદાવાદ રિજનલ કક્ષાની સુનાવણીમાં કુલ પાંચ બેઠકોનું અગાઉ આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં કાઉન્સિલે વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓના કેસો ઓનલાઈન અને ઓફ્લાઈન માધ્યમથી સાંભળીને પક્ષકારો અને પ્રતિ પક્ષકારોને ચુકાદા આપ્યા હતા તેમજ કાર્યવાહી કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com