લાયસન્સ, PUC અને RC બૂક જેવાં તમામ ડોક્યુમેન્ટ માંગવાની અને તે ન હોય તો દંડ કરવાની સત્તા ગુજરાત પોલીસ હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ RTO કે તેમનાથી ઉપરનો હોદ્દો ધરાવતા અધિકારીઓને જ છે. આ અંગે CM રૂપાણીએ જ્યારે નવા દંડ માટેની પત્રકાર પરિષદ સંબોધી હતી ત્યારે પણ સ્પષ્ટતા કરી હતી. આ સાથે પ્રજા તરીકે કોઈપણ વ્યક્તિ જ્યારે કોઈ પણ અધિકારી તમને રોકે છે અથવા દંડની માંગણી કરે છે ત્યારે આપ વિનમ્રતાથી જે તે અધિકારી પાસે તેનું ID કાર્ડ માંગી શકો છો. આ ઉપરાંત જો આ ડોક્યુમેટ આપની પાસે હાર્ડ કોપીમાં ન હોય તો પણ તમે ડિજિ લોકર અને એમ પરિવહનમાં સોફ્ટ કોપી પણ બતાવી શકો છો જે માન્ય ગણાશે.
આ અધિકારી તમારી પાસેથી દંડ વસુલી ના શકે
ટ્રાફિક વોર્ડન ( મોટા ભાગે જેમણે બ્લુ પેન્ટ, સફેદ શર્ટ અને બ્લુ અથવા સફેદ ટોપી પહેરી હોય છે)
હોમગાર્ડના જવાનો ( મોટા ભાગે જેમણે ખાખી પેન્ટ અને શર્ટ સાથે ખાખી ટોપી પહેરી હોય છે)
સામાન્ય ટ્રાફિક કોન્સ્ટેબલ ( મોટાભાગે જેમણે ખાખી પેન્ટ, સફેદ શર્ટ અને બ્લુ ટોપી પહેરી હોય છે)
RTOનાં ક્લાર્ક કે પછી RTO ઈન્સ્પેક્ટરનાં મદદનીશ અધિકારીઓ
ક્યા અધિકારી તમારી પાસેથી દંડ વસુલી શકે?
પોલીસ હેડ કોન્સ્ટેબલ ( ખાખી પેન્ટ અને શર્ટ અથવા ખાખી પેન્ટ અને સફેદ શર્ટ બંનેમાં બ્લુ ટોપી પહેરી હોય છે)
આસિટન્ટ RTO ઈન્સ્પેક્ટર ( ખાખી પેન્ટ અને શર્ટ પહેરેલા હોય છે)