તમિલનાડુના સુલુરમાં એક વ્યક્તિને પહેલેથી જ બે લગ્ન કરી ચૂકેલા રમેશ નામનો (નામ બદલેલ છે) વ્યક્તિ ત્રીજી વખત લગ્ન કરવા જઇ રહ્યો હતો. જ્યારે પ્રથમ બે પત્નીઓને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ અરાસુર સ્થિત તેની ઓફિસની બહાર પહોંચી ગઈ. જેવો જ રમેશ (નામ બદલેલ છે) બહાર આવ્યો તેની સાથે જ બંને તેની પર તૂટી પડી. મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે.
એક ખાનગી કંપનીમાં નોકરી કરતા લગભગ 30 વર્ષીય એસ રમેશ(નામ બદલેલ છે) રાસિપાલયમે ત્રણ વર્ષ પહેલા તિરૂપુરની કાવ્યા (નામ બદલેલ છે) સાથે લગ્ન કર્યા હતા. લગ્નના કેટલાક મહિનાઓ પછી, કાવ્યા (નામ બદલેલ છે) એ તેના પર મારપીટ અને દહેજની માંગણીનો આરોપ લગાવ્યો. આના પર, કાવ્યા (નામ બદલેલ છે) તેને છોડીને તેના ઘરે આવી ગઈ.
આ વર્ષની શરૂઆતમાં દિનેશે પુજા (નામે બદલેલ છે) નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. પુજા (નામે બદલેલ છે) સાથે લગ્ન કર્યા પછી પણ રમેશ(નામ બદલેલ છે) લાંબો સમય ટકી શક્યો નહીં અને થોડા મહિનામાં જ બંને અલગ રહેવા લાગ્યા. પુજા (નામે બદલેલ છે) એ પણ તેના પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો.
આ બંને મહિલાઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયાથી રમેશ(નામ બદલેલ છે) મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા યુવતીની શોધ કરી રહ્યો હતો. જ્યારે તેમને ખબર પડી કે રમેશ(નામ બદલેલ છે) ફરી એકવાર લગ્નની તૈયારી કરી રહ્યો છે. આથી તે બંને તેની ઓફિસની બહાર પહોંચી ગઈ હતી, જેવો જ રમેશ(નામ બદલેલ છે) ગેટની બહાર આવ્યો તેની સાથે જ બંને મહિલાઓએ તેને માર મારવાનું શરૂ કર્યું હતું. કાવ્યા (નામ બદલેલ છે) અને પુજા (નામે બદલેલ છે) પણ સુલુર પોલીસ સ્ટેશનમાં દિનેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ કહે છે કે તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે.