એ વાત સાચી છે કે દુશ્મનો કેટલેક સુધી અંદર આવી ગયા છે, હવે કોઈ શાંતિ વાટાઘાટો નહીં થાય : પુતિન

Spread the love

હવે રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનની સેનાનો દબદબો જોવા મળી રહ્યો છે. યુક્રેની આર્મી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રશિયાનો લગભગ 1 હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર તેમના નિયંત્રણમાં આવી ગયો છે. આ સાથે યુક્રેને રશિયાના ન્યુક્લિયર પ્લાન્ટને પણ નિશાન બનાવ્યું છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે નવો વળાંક લીધો છે. સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં યુક્રેનની સેનાના વડાએ કહ્યું કે અમારા સૈનિકોએ રશિયાનો લગભગ 1000 ચોરસ કિલોમીટરના વિસ્તાર પર કબજો કરી લીધો છે.

અમારું આક્રમક અભિયાન હજુ પણ ચાલુ છે. આર્મી ચીફે કહ્યું કે અમે કુર્સ્ક વિસ્તારમાં તીવ્રતા સાથે અમારી કામગીરી ચાલુ રાખીશું. અત્યાર સુધી રશિયાનો આટલો વિસ્તાર અમારા નિયંત્રણમાં છે અને અમે તેના પર અમારી પકડ મજબૂત રાખીશું.

રશિયન હુમલા પહેલા પોતાના વિસ્તારની રક્ષા કરી રહેલા યુક્રેનએ હવે ચોંકાવનારા હુમલાઓ કરવાનું શરૂ કરી દીધું છે. આ યુદ્ધમાં આ પહેલીવાર છે જ્યારે યુક્રેનની સેના રશિયન વિસ્તારમાં આટલી ઊંડે સુધી ઘૂસી ગઈ છે. યુક્રેન તરફથી સતત હુમલાને કારણે રશિયાએ તેના અન્ય સરહદી વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે.

રશિયન સરકારી મીડિયા અનુસાર, સરકારે કુર્સ્ક નજીકના વિસ્તાર બેલગોરોડમાંથી લગભગ 11 હજાર લોકોને સ્થળાંતર કર્યા છે. આ પહેલા રશિયાએ કુર્સ્ક વિસ્તારમાંથી લગભગ 76 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. મીડિયા અનુસાર યુક્રેનની સેના બેલગોરોડ વિસ્તારમાં 30 કિમી અંદર ઘૂસી ગઈ છે.

યુક્રેનના આ હુમલાથી ગુસ્સે ભરાયેલા પુતિને દેશને પોતાના સંદેશમાં કહ્યું કે એ વાત સાચી છે કે દુશ્મનો કેટલેક સુધી અંદર આવી ગયા છે. હવે અમારું પહેલું કામ તેમને ભગાડવાનું છે. બહુ ઝડપથી આપણા ક્ષેત્રમાંથી તેમને બહાર કરીશું. પશ્ચિમી દેશો યુક્રેન દ્વારા આ યુદ્ધ લડી રહ્યા છે. હું તમને ભરોશો આપું છું કે હવે કોઈ શાંતિ વાટાઘાટો નહીં થાય, અમે યુક્રેનના આ હુમલાનો જડબાતોડ જવાબ આપીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com