1947 માં ભારતને આઝાદી મળી ત્યારે કમનસીબે ભારતનું વિભાજન કરવું પડ્યું હતું. અને પાકિસ્તાન નવો દેશ બન્યો હતો. ત્યારે હિન્દુ અને મુસ્લિમ ધર્મના આધારે થયેલા ભાગલાને કારણે લાખો હિન્દુઓને પાકિસ્તાન માંથી રાતોરાત પોતાનું ઘર, માલ મિલકત બધું છોડીને પહેરેલા કપડે પરિવાર સહિત હિજરતી તરીકે ભારતમાં આવવાની ફરજ પડી હતી. અને તે વખતે પાંચ લાખ કરતા વધુ હિન્દુઓની પાકિસ્તાનમાં કતલ કરવામાં આવી હતી. તેમની લાખો-કરોડો રૂપિયાની મિલકતો લૂંટી લેવા માં આવી હતી. તથા હજારો બહેન દીકરીઓના અપહરણ કરી તેમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો. વિભાજન વખતની આ કરૂણ ઘટનાને ભારત દેશ કદી ભૂલી શકે નહિ અને આ ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પક્ષ દ્વારા સમગ્ર દેશમાં વિભાજનની વીભીષિકા વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું.
તે પ્રસંગે વડોદરા શહેરમાં ભારતીય જનતા પક્ષ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંબોધન કર્યું.
આ પ્રસંગે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પ્રસ્થાન કરાવ્યું અને વિભાજનની વીભીષિકા દર્શાવતા ઐતિહાસિક 75 વર્ષ જૂના ફોટોગ્રાફ પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યું.
આ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજયભાઈ શાહ, વિધાનસભા દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લા, ધારાસભ્યશ્રીઓ, પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.